Not Set/ જાણો, ક્યાં ખોરાકથી તમારી ત્વચાને થઇ શકે છે લાભ…

અમદાવાદ વધતી ઉંમરને રોકવા અને ત્વચા (ચામડી)નું ધ્યાન રાખવા માટે લોકો જાત-જાતની રીતો અપનાવતા હોય છે, જે પૈકી કેટલાક લોશન અને ક્રીમનો ઉપયોગ કરે છે. પરંતુ ત્યારબાદ પણ ત્વચામાં કોઈ ખાસ ફરક નથી પડતો કારણકે તેમાં રહેલ કેમિકલ એક નિશ્ચિત સમય સુધી જ કામ કરે છે. તો કેટલીક વાર આ પ્રોડક્ટ્‌સના ઉપયોગથી ત્વચાને લાભ ઓછો […]

Health & Fitness Lifestyle
જાણો, ક્યાં ખોરાકથી તમારી ત્વચાને થઇ શકે છે લાભ...

અમદાવાદ

વધતી ઉંમરને રોકવા અને ત્વચા (ચામડી)નું ધ્યાન રાખવા માટે લોકો જાત-જાતની રીતો અપનાવતા હોય છે, જે પૈકી કેટલાક લોશન અને ક્રીમનો ઉપયોગ કરે છે. પરંતુ ત્યારબાદ પણ ત્વચામાં કોઈ ખાસ ફરક નથી પડતો કારણકે તેમાં રહેલ કેમિકલ એક નિશ્ચિત સમય સુધી જ કામ કરે છે.

તો કેટલીક વાર આ પ્રોડક્ટ્‌સના ઉપયોગથી ત્વચાને લાભ ઓછો અને નુકશાન વધુ થતુ હોય છે. આવી સ્થિતિમાં તમારે ખોરાકમાં વધુ ધ્યાન આપવાની જરૂર હોય છે. જો તમે સ્વસ્થ ખોરાકની ટેવ પાડશો તો આપોઆપ તેની અસર તમારા ચેહરા પર અને વધતી જતી ઉંમર પર જોવા મળશે.

કયો ખોરાક તમારા માટે લાભદાયી છે તે વિશે જાણો..

Image result for સોયાબીન

સોયાબીન : સોયાબીન, સોયાબીનનો લોટ, સોયા દૂધ વસા અને કેલશ્યિમથી ભરપુર હોય છે, સોયા ઉત્પાદનોમાં જેનિસ્ટિન હોય છે જે શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે અને સ્વસ્થ રાખે છે.

Image result for skin Egg

ઈંડા : હવે તો રિસર્ચમાં પણ એ વાત સામે આવી ચુકી છે કે ઈંડા ખાવાથી તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે, ઈંડામાં વિટામીન એ, બી અને ઈની ભરપુર માત્રા હોય છે જે એજિંગના પ્રભાવને ઓછુ કરી દે છે.

Related image

દાડમ : દાડમ એજિંગની પ્રોસેસને ઓછી કરીને શરીરના ડીએનએમાં ઓક્સિડેશનને ધીમુ કરી દે છે, દાડમ ખાવાથી ત્વચા ચમકદાર અને સ્વસ્થ થાય છે.

Image result for skin સોયાબીન

દહીં : દહીંમાં કેટલાક પ્રકારના પૌષ્ટિક તત્વો રહેલા હોય છે, સંશોધનમાં સામે આવ્યું છે કે, દહીંમાં જીવતા બેક્ટેરીયા હોય છે જે પાચનક્રિયામાં મદદરુપ થાય છે, દહીંમાં કેલ્શિયમનો મોટી માત્રામાં હોવાની સાથે જ આ ત્વચાને પણ તરોતાજા રાખે છે.