Dwarka News : દ્વારકાના ભાણવડમાંથી પોલીસે દારૂ બનાવાની 2 ભઠ્ઠીઓ ઝડપી છે. પોલીસે માહિતીને આધારે બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી લીધી હતી. પોલીસે રેડ કરતા દેશી દારૂ અને આથાનો જથ્થો ઝડપાયો હતો.
ભાણવડ પોલીસે વી,નેશ વિસ્તારમાં રેઇડ કરતા દેશીદારૂ અને આથાનો મસમોટો જથ્થો હાથ લાગ્યો હતો. પોલીસે આ કેસમાં આથો, દેશી દારૂ સહિત 95,500ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજીતરફ ભરત શામળા અને ભુદા મોરી નામના બંને શખ્સો ફરાર થઈ ગયા હતા. જેને પગલે પોલીસે ફરાર શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
