Gujarat News/ ગુજરાતનો રાજય સ્વાગત કાર્યક્રમ CM ભૂપેન્દ્ર પટેલની સમક્ષ 22મેના રોજ યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. 22મી મેના રોજ યોજાશે. અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે 8-00થી 11-00 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે

Gujarat Gandhinagar Ahmedabad

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.

આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 2025ના મે મહિનાનો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 22મી મેના દિવસે યોજાશે. મુખ્યમંત્રી આ રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે.

આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો સામાન્ય નાગરિકો, અરજદારો ગુરૂવાર, તા. 22મી મેના સવારે 8-00થી 11-00 સુધીમાં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ રાજ્ય સ્વાગત અન્વયે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમમાં બપોર બાદ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે.