રાજ્યમાં કોરોના ના કહેર વચ્ચે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનનાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં સાયકલોનિક સરક્યુલેશન સર્જાતા આગામી બે દિવસ માં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત માં કેટલીક જગ્યાઓ પર વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાઇ રહી છે. આજે રવિવારે ઠંડીમાં સામાન્ય વધારો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
રાજ્ય માં વાતાવરણ મહતમ વાદળછાયું રહેશે ફરી ઠંડા પવનોનું પ્રમાણ વધતાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. 7 જાન્યુઆરી સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
3.3 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું હતું. તો અમદાવાદમાં લઘુત્તમ 12.0 ડિગ્રી તાપમાન નોધાયું હતું.
વડોદરામાં 14.0 ડિગ્રી, સુરતમાં 15.0 ડિગ્રી, રાજકોટમાં 7.0 ડિગ્રી ગાંધીનગરમાં લઘુત્તમ 11.3 ડિગ્રી તાપમાન નોધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસર આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર વધી શકે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
