Ahmedabad News/ પ્રયાગરાજ જતી ટ્રેનમાં વધારાના કોચ આજથી ઉમેરાયા, MP એ રેલ મંત્રીને કર્યો હતો અનુરોધ

મહાકુંભ જતા મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. આજથી અમદાવાદ થી પ્રયાગરાજની ટ્રેનમાં નવા કોચ વધારે ઉમેરવામાં આવશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદ પશ્ચિમ લોકસભાના લોકપ્રિય સાંસદ દિનેશ મકવાણાએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને અનુરોધ કર્યો હતો કે, અમદવાદ થી પ્રયાગરાજ જતાં મુસાફરોની વધતી સંખ્યાને કારણે ટ્રેનમાં ટીકીટની અછત થઈ રહી છે. સંજોગોને ધ્યાને લેતા તેઓએ વધુ કોચ ઉમેરવા અને ટ્રેનના ફ્રિકવન્સી વધારવા માટે અનુરોધ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, સાંસદ દિનેશ મકવાણા દ્વાકા કરાયેલ અનુરોધ પર કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા તુરંત યોગ્ય પગલાં લેવા મંજુરી આપી હતી અને આજથી જ અમદાવાદ – પ્રયાગરાજ ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે. સાંસદ દિનેશ મકવાણાએ આ તરફદારી અને યોગ્ય પગલાં માટે વૈશ્વણજીનો આભાર વ્યક્ત કર્યો હતો.

વધારાના કોચને ઉમેરવાના નિર્ણયથી અમદાવાદ-પ્રયાગરાજ જતાં મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ છે, આ નિર્ણયથી ટ્રેન મુસાફરોને મોટી રાહત મળશે અને પ્રવાસીજનોને યોગ્ય સીટો મળી શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં ટોળાનો હુમલો, પથ્થરમારો અને તોડફોડના કારણે મુસાફરોમાં ગભરાટ

આ પણ વાંચો: પ્રયાગરાજની સાથે અયોધ્યામાં પણ ભક્તોની ભીડ જામી છે, 30 કલાકમાં 25 લાખથી વધુ ભક્તો પહોંચ્યા

આ પણ વાંચો: ‘પ્રયાગરાજ માટે વધારાની બસો શરૂ કરવા સરકાર કરશે પ્રયાસ’ : હર્ષ સંઘવી