Surat News/ ખજોદ ફરી ધખધખ્યું! 52 દિવસમાં બીજી વાર ભીષણ આગ, ફરી ગાજશે કરોડોનું કૌભાંડ

Suratની ખજોદ ડમ્પિંગ સાઈટમાં ૫૨ દિવસમાં બીજી વાર ભીષણ આગ લાગી છે. ધુમાડાના ગોટેગોટાથી લોકો પરેશાન છે અને કચરા કૌભાંડના આક્ષેપો ફરી તેજ થયા છે.

Top Stories Gujarat Surat
Surat Khajod Dumping Site Fire

Surat Khajod Dumping Site Fire : સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ ફરી એકવાર અગનજ્વાળાઓમાં લપેટાઈ છે. માત્ર 52 દિવસના ટૂંકા ગાળામાં ફરીથી લાગેલી આ ભીષણ આગને કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના કાળા ગોટેગોટા છવાઈ ગયા છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે, તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

Surat Khajod Dumping Site Fire

Surat : 52 દિવસમાં બીજી વાર આગ

હજુ માંડ બે મહિના પહેલા લાગેલી આગને કાબૂમાં લેતા ફાયર બ્રિગેડને 4 દિવસનો સમય લાગ્યો હતો. એ ઘટનાની તપાસ હજુ પૂરી થઈ નથી ત્યાં ફરીથી એ જ જગ્યાએ રહસ્યમય રીતે આગ ફાટી નીકળી છે. આટલી જલ્દી ફરી આગ લાગતા લોકો પૂછી રહ્યા છે કે આ માત્ર ગરમીનું પરિણામ છે કે પછી કોઈ ‘પાપ’ છુપાવવાનો પ્રયાસ?

Surat Khajod Dumping Site Fire

ફરી ગાજશે ‘કચરા કૌભાંડ’નો મુદ્દો

અગાઉ જ્યારે ખજોદમાં આગ લાગી હતી ત્યારે વિપક્ષ દ્વારા શાસકો પર કરોડોના ‘કચરા કૌભાંડ’ના આક્ષેપો કરવામાં આવ્યા હતા. હવે જ્યારે ફરી આગ લાગી છે, ત્યારે આ મુદ્દો ફરી એકવાર સુરત રાજકારણમાં ગરમાવો લાવશે તે નક્કી છે.

સ્થાનિકોના સ્વાસ્થ્ય પર જોખમ

ખજોદની આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકો માટે આ ધુમાડો ઝેર સમાન બની રહ્યો છે. વારંવાર લાગતી આગને કારણે હવામાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે.


આ પણ વાંચો : સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ, ગેસ સંકટે શ્રમિકોને વતન દોડાવ્યા

આ પણ વાંચો : સુરતની 400 મિલોમાં સ્વૈચ્છિક લોકડાઉન,સપ્તાહમાં બે દિવસ મિલો બંધ

આ પણ વાંચો : સુરતમાં સવારથી જ પેટ્રોલ પમ્પો પર ભીડ, કેટલાક પમ્પો પર પ્રતિ ટુ-વ્હીલર 300નું જ પેટ્રોલ