ફીણ લાવી દેતી આઇસક્રીમ/ જામનગરમાં છાશવાલાના આઇસક્રીમમાં નીકળ્યો વંદો

જામનગર શહેરના બેડી બંદર રોડ પર આવેલા છાશવાલા આઉટલેટમાં એક ગ્રાહકે ખરીદ કરેલા આઈસ્ક્રીમમાંથી વંદો નિકળતા આ સંદર્ભે ફરિયાદ કરતા અમદાવાદની ઓફિસેથી ગ્રાહકને અપશબ્દો કહેવામાં આવ્યા બાદ ગ્રાહકની ફરિયાદના આધારે ફૂડ શાખાના ચેકિંગમાં જીવાતો મળી આવી હતી.

Gujarat Others
Mantavyanews 12 7 જામનગરમાં છાશવાલાના આઇસક્રીમમાં નીકળ્યો વંદો

સંજય વાઘેલા

જામનગરઃ જામનગર શહેરના બેડી બંદર રોડ પર આવેલા છાશવાલા Chhashvala આઉટલેટમાં એક ગ્રાહકે ખરીદ કરેલા આઈસ્ક્રીમમાંથી વંદો નિકળતા આ સંદર્ભે ફરિયાદ કરતા અમદાવાદની ઓફિસેથી ગ્રાહકને અપશબ્દો કહેવામાં આવ્યા બાદ ગ્રાહકની ફરિયાદના આધારે ફૂડ શાખાના ચેકિંગમાં જીવાતો મળી આવી હતી.

અખાદ્ય પદાર્થ ખાવાથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે. દરમિયાન જામનગર શહેરના બેડી બંદર રોડ પર આવેલા છાશવાલાના આઉટલેટમાં એક ગ્રાહકે આઈસ્ક્રીમ ખરીદ કર્યો હતો અને તે આઈસ્ક્રીમ ખાવા જતા Chhashvala તેમાંથી વંદો મળી આવતા ગ્રાહકે આઉટલેટ પર રહેલા કર્મચારીને આ અંગેની જાણ કરાતા કર્મચારીએ ગ્રાહકને અમદાવાદના કર્મચારી સાથે વાત કરાવી હતી. જેમાં અમદાવાદ રહેલા વ્યક્તિએ જામનગરના ગ્રાહકને ગંદી ગાળો આપી અને જે કરવું હોય તે કરી લ્યો તેવો બેદરકારીભર્યો જવાબ આપ્યો હતો.

જયેશભાઇ જોશી નામના ગ્રાહકે આ અંગે મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં ટેલીફોનિક ફરિયાદ કરી હતી. તેના આધારે આરોગ્ય અધિકારી તથા ટીમે જામનગરના બેડી બંદર રોડ પર પટેલ કોલોની સામેના શુભ એપાર્ટમેન્ટમાં આવેલા છાશવાલામાં રૂબરૂ જઈ સ્થળ પર તપાસ કરતા ફ્રીઝના અંદરના ભાગમાં મળેલ જીવાત મળી આવી હતી.

આરોગ્ય શાખાએ છાશવાલાના અમેરિકન નટસ Chhashvala આઈસ્ક્રીમ (લૂઝ)ના નમૂના લઇ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા હતાં. આ ઉપરાંત પેઢીના કર્મચારીના મેડીકલ ચેકઅપ સર્ટીફિકેટ તથા પેસ્ટ કંટ્રોલ કરાવી હાઈજેનિક કંડિશનમાં જરૂરી સુધારા-વધારા કરી ત્રણ દિવસમાં મહાનગરપાલિકામાં રિપોર્ટ કરવા તાકીદ કરી ત્રણ દિવસ માટે આઉટલેટ બંધ કરાવવામાં આવ્યું હતું.

દેશભરમાં સ્વચ્છતા જાળવવા અભિયાન યોજવામાં આવે છે અને હાલમાં જામનગર શહેરમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા માર્ગો પર રાત્રિ સફાઈ અભિયાનનો પ્રારંભ પણ ગત રાત્રિના Chhashvala કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ જામનગરમાં આવેલી ખાણીપીણીની દુકાનો અને આઉટલેટમાં સ્વચ્છતા સંદર્ભે છાશવારે આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે અને અખાદ્ય જથ્થાઓનો નાશ કરાતો હોય છે. પરંતુ આ ચેકિંગ અમુક દિવસો પૂરતુ જ હોય છે ત્યારબાદ રાબેતા મુજબ દુકાનદારો બેદરકાર બની જતા હોય છે.


 

આ પણ વાંચોઃ ટાટાની એર ઇન્ડિયાના ડીલમાં ગિફ્ટ સિટીનો છે મહત્વનો ફાળો

આ પણ વાંચોઃ Research/ વૈજ્ઞાનિકોએ વધાર્યું ટેન્શન, અન્ય પ્રજાતિઓની જેમ માનવ જાતિ પણ લુપ્ત થશે

આ પણ વાંચોઃ આઘાતજનક!/ ગાઢ નિંદ્રામાં સુતા રહ્યા માતા-પિતા, 6 મહિનાના બાળકને ખાઈ ગયા ઉંદરો અને હવે….

આ પણ વાંચોઃ Lost Countries Of The World/ આ 7 દેશો એક સમયે વિશ્વમાં હતા, હવે તેનો કોઈ ઉલ્લેખ શોધવા પર પણ મળી શકતો નથી,જાણો શું છે કહાણી