સુરત/ આંતર રાજ્ય ઓઇલ ચોરી કૌભાંડ ઝડપાયું, તપાસમાં આરોપીનું ઓલ ઇન્ડિયા નેટવર્ક ખુલ્યું

ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં 22 થી વધુ ઓઈલની લાઈનમાં પંચર કરી અંદાજીત 400 કરોડથી વધુની ઓઈલ ચોરી કરનાર સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી ગુપ્તાને બાતમી આધારે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા કલકતાથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

Gujarat Surat
ઓઈલ ચોરી

સુરત ક્રાઈમ બ્રાન્ચે અંદાજીત 400 કરોડથી વધુની ઓઈલ ચોરી (Oil Thief ) કરનાર આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી ગુપ્તાની બાતમીના આધારે ધરપકડ કરી છે.ભારતના અલગ અલગ રાજ્યોમાં 22 થી વધુ ઓઈલની પાઈપલાઈનમાં પંચર કરી આરોપી ઓઈલની ચોરી કરતો હતો.આરોપી ઓઈલની પાઈપલાઈન જતી હોય તેની 12 કિલો મીટરના અંતરે કંપની અખવા ફેક્ટરી ભાડે રાખતો હતો.અને પછી ઓઈલની પાઈપલાઈનમાં પંચર કરીને તેને ટેક્ટરની જગ્યાએ કન્ટેનરમાં ઓઈલ ભરીને જતો હતો.જેથી પોલીસને શંકા ન જાય..અને આવી રીતે આરોપીએ અંદાજીત 400થી વધુ કરોડની ઓઈલની ચોરી કરી હતી. આરોપી રાજસ્થાનમાં અલવાર, ચીતોગઢ, સિરોહી, ભરતપુર, આબુરોડ, બહરોડ, બ્યાવર, હરિયાણાના સોનીપત, રોહતાસ, ગોહના , ગજ્જર તથા ગુજરાતના મોરબી, ખેડા તથા પશ્ચીમ બંગાળના કોલકતા, વર્ધમાનનગર વિગેરે ગુનાઓમાં પકડાયો છે.

ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં ૨૨ થી વધુ ઓઈલની લાઈનમાં પંચર કરી અંદાજીત 400 કરોડથી વધુની ઓઈલ ચોરી કરનાર સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી ગુપ્તાને બાતમી આધારે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા કલકતાથી ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપી અગાઉ રાજસ્થાનમાં અલવાર, ચીતોગઢ, સિરોહી, ભરતપુર, આબુરોડ, બહરોડ, બ્યાવર, હરિયાણાના સોનીપત, રોહતાસ, ગોહના , ગજ્જર તથા ગુજરાતના મોરબી, ખેડા તથા પશ્ચીમ બંગાળના કોલકતા, વર્ધમાનનગર વિગેરે ગુનાઓમાં પકડાયો છે.અને અંદાજીત 400 કરોડની ઓઈલ ચોરીમાં તે પકડાયો છે.

સુરત પોલીસના હાથે ઝડપાયેલો સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વિજેન્દ્ર કુમાર ગુપ્તા ગુરુગ્રામ હરિયાણાનો રહેવાસી છે. વર્ષ 2006, 2007 ઓઈલ ચોરીના ગુનામાં સામેલ થયેલ અને ભારતના અલગ અલગ રાજ્યોમાં માણસો દ્વારા ઓઈલ ચોરી કરાવવામાં માહેર છે. અને તેની ગેંગના સભ્યો 2006, 2007 તથા 2021-22 સુધી તેની ગેંગમાં સામેલ છે. સંદીપ ગુપ્તાની 2021માં ધરપકડ બાદ ગુજ્સીટોકનો ગુનો તેની ગેંગ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં તે રાજસ્થાન અને ગુજરાતના કેસ વચગાળાના જામીન લઇ છ માસથી ફરાર થઇ ગયો હતો. અને સંદીપ ગુપ્તા દક્ષિણ ગુજરાતમાંથી તેના સાગરીતો જીનેશ ગુજ્જર ઉર્ફે ફૌજી વિગેરેની મદદથી યુઝડ ઓઈલ ખરીદતો અને વેચતો ત્યારબાદ સમગ્ર સીન્ડીકેટ બની જતા પાઈપ લાઈનમાં ચોરી કરવાનું શરુ કર્યું હતું અને ચોરી કરેલા ઓઈલ રોડ બનાવવામાં ઈટોના ભઠ્ઠામાં બોઈલરમાં તથા ઘણી ફેકટરીમાં વપરાય છે.

પોલીસે તેની મોડેસ ઓપરેન્ડી વિષે જણાવ્યું હતું કે તે ઓઈલ કંપનીની પાઈપલાઈન જતી હોય ત્યાં 1,2  કી.મી.ના અંતરે બંધ ફેક્ટરી અથવા શેડ ભાડાથી રાખે છે અને નજીકથી પસાર થતી પાઈપ લાઈનમાં પંચર કરી 1,2  કિમી લંબાવી ભાડે લીધેલા ફેક્ટરી અથવા શેડ સુધી લાવી ત્યાં ટેન્કરના બદલે કન્ટેનરમાં ઓઈલ ભરીને લઇ જાય છે. કન્ટેનરમાં ઓઈલ ભરવાની ઓઈલ કે પોલીસ શક ન કરે તે માટે એક રાત્રીના 3 થી 4 કન્ટેનર જેની એકની અંદાજીત કિંત 40 થી 50 લાખ થાય તે અલગ અલગ પોલીસ મથકમાં કબજે કરવામાં આવ્યા છે. સંદીપ ગુપ્તા અને બીજા રાજસ્થાન, યુપી, ગુજરાત, ઝારખંડ, વેસ્ટ બંગાળના ઓઈલ માફિયાઓ સાથે નેટવર્ક બનાવી કરોડો રૂપિયા કમાઈ છે આ ઉપરાંત હાલમાં રાજ્સ્થાન, માઉન્ટ આબુ ખાતે તથા કલકત્તા વર્ધમાન નગર આસપાસ ઓઈલ ચોરી કરવાના પ્લાનમાં હતો.

આ પણ વાંચો:પતંગ પકડવા જતા યુવકને મળ્યું મોત, માલગાડી સાથે ટક્કર થયા થયા બે ટુકડા

આ પણ વાંચો:ગુજરાત બોર્ડે 10 અને 12ની પરીક્ષાની ડેટશીટ કરી જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષા

આ પણ વાંચો:કરજણના બામણગામે મકાન ધરાશાયી, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત