Not Set/ સુરત પોલીસે સાઇકલ ચાલકને ફટકાર્યો મેમો, જાણો સમગ્ર ઘટના…

સુરત પોલીસ અવાર-નવાર ચર્ચાનો વિષય બનતી આવી છે. ત્યારે ફરી એકવાર સુરત પોલીસ ચર્ચામાં આવી છે સુરતના સચિન વિસ્તારમાં એક એવી ઘટના બની કે, જાણીને તમને પણ વિશ્વાસ નહિ થાય.

Gujarat Surat
A 356 સુરત પોલીસે સાઇકલ ચાલકને ફટકાર્યો મેમો, જાણો સમગ્ર ઘટના…

સુરત પોલીસ અવાર-નવાર ચર્ચાનો વિષય બનતી આવી છે. ત્યારે ફરી એકવાર સુરત પોલીસ ચર્ચામાં આવી છે સુરતના સચિન વિસ્તારમાં એક એવી ઘટના બની કે, જાણીને તમને પણ વિશ્વાસ નહિ થાય. સુરત સચિન વિસ્તારમાં સાઈકલ ચાલકને પોલીસ દ્વારા મેમો ફટકારવામાં આવ્યો છે.

આપને જાણવી દઈએ કે, સચિન-હજીરા હાઇવે પર ગભેણી ચાર રસ્તા પાસે રોંગ સાઇડ આવી રહેલા સાઇકલ સવાર શ્રમજીવીને ટ્રાફિક પોલીસે એમવી એક્ટ હેઠળ ફટકારવામાં આવેલો કોર્ટ મેમો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેને પગલે ટ્રાફિક પોલીસ ટીકાને પાત્ર બની હતી. જો કે પોલીસ દ્વારા રોંગ સાઇડ આવનાર સાઇકલ સવાર વિરૂધ્ધ દંડ ફટકાવાની જોગવાઇ હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :તાઉતે વાવાઝોડા બાદ ચોટીલાનાં કાઠી યુવાનો માનવ સેવામાં જોતરાયા

આપેલા મેમોમાં જણાઈ આવે છે જેમાં વાહનનો પ્રકાર સાઈકલ છે અને ગુનાની હકીકત રોંગ સાઈડ ચલાવવા માટેની છે. એટલે કે સાઈકલ ચલાવનાર વ્યક્તિને અટકાવીને તેની પાસે રોંગ સાઈડ સાઈકલ ચલાવવા બદલ મેમો આપવામાં આવ્યો હતો.

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ વાહન ચલાવવા બદલ 3000 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે. જોકે આ કિસ્સામાં સાઈકલ સવાર અને પોલીસ બંનેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ તેમનો સંપર્ક થયો ન હતો.

આ પણ વાંચો :કૉવેક્સિનના ઉત્પાદનમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે,ગુજરાત બાયોટેક એ ભારત બાયોટેક સાથે કર્યા એમ.ઓ.યુ

જો કે આ અંગે સુરત શહેર ટ્રાફિક પોલીસના એસીપી એચ.ડી. મેવાડાએ જણાવ્યું હતું કે આજે સવારથી બે અલગ-અલગ ટીમ બનાવી સ્પેશ્યિલ ડ્રાઇવનું આયોજન કર્યુ હતું. જે અંતર્ગત કુલ 90 વ્યક્તિ પાસેથી ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જે પૈકી 10થી વધુ રોંગ સાઇડ આવનાર સાઇકલ સવાર હતા. શ્રમજીવી રાજબહાદુરને જે મેમો આપવામાં આવ્યો હતો. તે અંગે એસીપી મેવાડાએ ભુલ સ્વીકારતા જણાવ્યું હતું કે મેમોમાં એમવીએક્ટ 184 લખાયું છે. પરંતુ રોંગ સાઇડ આવનાર સાઇકલ સવારને જીપી એક્ટ 99 મુજબ 100 રૂપિયાનો દંડ ફટકારવાની સત્તા પોલીસને છે.

આ પણ વાંચો :સૌરાષ્ટ્રના RSS અગ્રણી સ્વયંસેવક પ્રવીણ ભાઈ કારીયાનું ૮૬ વર્ષની વયે દુઃખદ નિધન

majboor str 21 સુરત પોલીસે સાઇકલ ચાલકને ફટકાર્યો મેમો, જાણો સમગ્ર ઘટના…