વરસાદ/ રાજકોટમાં સતત ચોથા દિવસે પણ મેઘરાજાની મહેર,ખેડૂતોમાં ખુશીનો માહોલ

રાજકોટમાં અતિ ભારે વરસાદથી ધરતીપુત્ર ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.વાવણી લાયક વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો મોજું ફરી વળ્યું છે

Top Stories Gujarat
12 19 રાજકોટમાં સતત ચોથા દિવસે પણ મેઘરાજાની મહેર,ખેડૂતોમાં ખુશીનો માહોલ
  • રાજકોટમાં સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન
  • રાજકોટ શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ
  • ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, જામનગર રોડમાં વરસાદ
  • 150 ફૂટ રિંગ રોડ, રૈયારોડ વિસ્તારમાં વરસાદ
  • મવડી, નાનામોવા, કાલાવડ રોડમાં વરસાદ
  • ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની બેટીંગ
  • ખેડૂતો માટે સારા સમાચાર
  • વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી
  • હવામાન વિભાગે કરી હજુ બે દિવસ વરસાદની આગાહી
  • સૌરાષ્ટ્રભરમાં હજુ પણ બે દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે, મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીએ રાજ્યના ખેડૂતોને ખુશ કરી દીધા છે. હાલમાં મેઘરાજાની મહેર રાજકોટ પર વિશેષ જોવા મળી રહી છે. શહેરમાં સતત ચોથા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે, રાજકોટવાસીઓને સતત વરસાદ પડતા આનંદની લાગણી અનુભવી રહ્યા છે. સતત વરસાદના લીધે ગરમીમાં રાહત મળી છે. રાજકોટના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે, ગોંડલ રોંડ,યાજ્ઞિક રોડ,જામનગર રોડ સહિત મવડી, નાનામોવા, કાલાવડ રોડ પર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. 150 રિંગ રોડ પર પણ મૂશળધાર વરસાદ પડી રહ્યાના સમાચાર મળી રહ્યા છે.

રાજકોટમાં અતિ ભારે વરસાદથી ધરતીપુત્ર ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.વાવણી લાયક વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો મોજું ફરી વળ્યું છે.હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે સતત બે દિવસ વરસાદ પડશે.