PM મોદી કોઇ પણ કામ કરે તે તમામ માટે મિશાલ રૂપ બની જાય તે રીતે જ કરે છે. આજથી પૂર્વે ભારતમાં આનેક વડાપ્રધાનો દ્રારા અનેક વખત શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે. પંરતુ PM મોદીએ શપથ સમારોહની પરીભાષા જ બદલી નાખી, પછી મોદીજીએ ગુજરાતનાં CM તરીકે શપથ ગ્રહણ કર્યા હોય કે દેશનાં વડાપ્રધાન તરીકે તેમા કોઇ ના ભણી શકે તેમ નથી.
સનિષ્ઠ કાર્યકરોનાં પરિવારને ભાજપ દ્રારા આપવામાં આવ્યું આમંત્રણ
શપથમાં વિશેષ લોકોને આમંત્રણનો ચીલો આ વખતે પણ જોવા મળી રહ્યો છે અને ભાજપ દ્રારા શપત સમારોહમાં આ વખતે બીજા દેશોનાં પ્રતિનીધી કરતા દેશમાં ભાજપ માટે બલિદાન આપનારા ભાજપનાં કાર્યકરોનાં પરિવારોને શપથ સમારોહમાં વિશેષ આમંત્રણ આપી ફરી ભાજપે સાબીત કર્યું છે. આવુ કદાચ ભારતનાં રાજકીય ઇતિહાસમાં પહેલીવાર જોવા મળશે કે કોઇ કાર્યકરોનો પરિવાર સ્પેશ્યલ ગેસ્ટ તરીકે શપથ સમારોહમાં હાજરી આપશે. અને ભાજપ કેમ ન આપે આમંત્રણ પોતાનાં સનિષ્ઠ કાર્યકરોનાં પરિવારને જેમણે ભાજપને સત્તા પર લાવવા પોતાનાં જીવની અહુતીઓ આપી છે.
આ વખતે દિલ્હી વાયા પં.બંગાળ છે ત્યારે
આપને જણાવી દઇએ કે ભાજપ દ્રારા પં.બંગાળમાં ચૂંટણી હિંસામાં માર્યા ગયેલા પોતાનાં કાર્યકર્તાઓના પરિવાર જનોને વડાપ્રધાનનાં શપથ સમારોહમાં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વાતનો ચોક્કસથી ઉલ્લેખ કરવો ઘટે કે આ વખતે 300નાં અંકે પહોંચાડવામાં પૂર્વોત્તર રાજ્યો અને ખાસ કરીને પં,બંગાળનો મોટો હિસ્સો રહ્યો છે. હર વખત દિલ્હીની ગાદી વાયા UP હોય છે પણ આ વખતે દિલ્હીમાં સલ્તનત વાયા WB જોવા મળી છે.
દીદીએ છેલ્લી ઘડીએ શપથ સમારોહમાં જવાની ભણી “ના”
સાથે સાથે શપથ સમારોહનાં રાજકીય આમંત્રણને સ્વીકારી પૂર્વે પં.બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ સમારોહમાં જવાની તૈયારી બતાવી હતી. તો બાદમાં શપથ સમારોહની પૂર્વ સંધ્યાએ દીદી દ્રારા ટ્વીટનાં માધ્યમથી PM મોદીને અભિનંદન પાઠવવાની સાથે સાથે દીદીએ સમારોહમાં જવાની ના ભણી દીધી છે. દીદીએ પોતાના ટ્વીટમાં બંગાળમાં 54 લોકોનાં રાજકીય હિંસામાં મોત થયા હોવાનાં દાવા સામે સખ્ત શબ્દોમાં વિરાધ નોંધાવતા શપથમાં આવવાનો નનૈયો ભણ્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી- સોનિયા ગાંઘી ભાગ લેશે શપથ સમારોહમાં
શપથ સમારોહમાં દેશની સૌથી જુની પાર્ટી અને લોકસભા 2019માં બીજા નંબર પર રહેનારી પાર્ટી કોંગ્રેસને પણ રાજકીય આમંત્રણ આપવામાં આવ્યું છે. તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ ચેર પર્સન સોનિયા ગાંધીએ આમંત્રણ સ્વીકારી સમારોહમાં હાજરી આપવાનાં આણસાર આપ્યા છે.
આ તમામ હસ્તિઓ પણ હાજરી આપશે શપથ સમારોહમાં, અપાયું છે આમંત્રણ
શપથ સમારોહ માટે બીમ્સટેક દેશોના રાષ્ટ્રપતિઓને આમંત્રણ મોકલાવ્યું છે. તો આ ઉપરાંત તમામ રાજકીય પક્ષોના અધ્યક્ષો, રાજકીય હસ્તીઓ, દેશના મહત્ત્વપૂર્ણ વ્યકિતઓ તેમજ પ્રોટોકોલ મુજબ બધા રાજ્યોનાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, સાંસદોને પણ આમંત્રીત કરવામાં આવ્યા છે. સાથે સાથે મોટા મોટા તમામ ઉદ્યોગપતિ, ફિલ્મ સ્ટાર, રમતવીરનો પણ શપથ સમારોહનાં આમંત્રણમાં સમાવેશ થાય છે.