ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકવાદીઓ વચ્ચે છેલ્લા ચાર મહિનાથી સતત યુદ્વ ચાલી રહ્યું છે. 7 ઓક્ટોબરથી શરૂ થયેલા આ લોહિયાળ જંગમાં 26 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલી સેના જમીની હુમલાઓ કરી રહ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે 7 ઓક્ટોબર 2023 પછી શરૂ થયેલા આ યુદ્ધમાં ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસની 24માંથી 17 બટાલિયનને નષ્ટ કરી દીધી છે
પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુને ટાંકીને જણાવ્યું હતું કે હું અમારી નીતિ સ્પષ્ટ કરવા માંગુ છું. અમારું મુખ્ય લક્ષ્ય હમાસને ખતમ કરવાનું છે. હમાસની 24 માંથી 17 બટાલિયનને ખતમ કરી નાંખી છે. બાકીની મોટાભાગની બટાલિયન દક્ષિણ ગાઝા પટ્ટી અને રફાહમાં કાર્યરત છે અને અમે તેનો પણ નાશ કરીશું તેમણે સાપ્તાહિક કેબિનેટ બેઠકમાં આ દાવો કર્યો હતો.
નેતન્યાહુના જણાવ્યા મુજબ, હમાસ બટાલિયનને નાબૂદ કરવા પછી એક મોપ-અપ ઓપરેશન અને હમાસ ટનલ સિસ્ટમને નાબૂદ કરવામાં આવશે. ઇઝરાયલી દળો મધ્ય અને ઉત્તર ગાઝામાં આવું કરી રહ્યા છે, પરંતુ આ કામગીરીમાં ઘણો સમય જરૂરી છે.ઇન્ટરનેશનલ કોર્ટે ગાઝાપટ્ટી પર હુમલા સત્વરે રોકવા માટે એક મહિનાનો સમય આપ્યો છે,છંતા પણ ઇઝરાયેલની સેના ગાઝામાં નરસંહાર રોકી રહ્યું નથી. આ મામલે ઇઝરાયેલના પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે જ્યાં સુધી હમાસના આતંકવાદીઓનો ખાત્મો નહીં બોલીવી દઇએ ત્યાં સુધી અમે અમારી લડત ચાલું રાખીશું.
