Not Set/ હજી પણ અમરિકામાં જ રહેશે મુંબઈ હુમલાનો આરોપી, પ્રત્યાર્પણ માટે ટળી સુનાવણી

વર્ષ 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં સામેલ થવા મામલામાં ભારતમાં વોન્ટેડ તહવ્વુર રાણા અત્યારે અમેરિકાની જ કસ્ટડીમાં રહેશે.

Top Stories World
a 219 હજી પણ અમરિકામાં જ રહેશે મુંબઈ હુમલાનો આરોપી, પ્રત્યાર્પણ માટે ટળી સુનાવણી

ભારતમાં થયેલા 26/11 મુંબઇ હુમલાનો આરોપી તહવ્વુર રાણા હાલ અમેરિકામાં જ રહેશે. લોસ એન્જલસની એક અદાલતમાં સુનાવણી ચાલી રહી છે કે શું રાણાને 2008 ના મુંબઇ આતંકી હુમલામાં સામેલ થવા બદલ ભારત લાવવામાં આવશે. ભારત સરકારની વિનંતી પર, તહવ્વુર રાણાની અંગત પ્રત્યાર્પણની સુનાવણી લોસ એન્જલસમાં મેજિસ્ટ્રેટ જજ જેકલીન ચુલજિયાનની કોર્ટમાં રાખવામાં આવી હતી. ચૂલજિયાને ગુરુવારે સંરક્ષણ વકીલો અને ફરિયાદીઓને 15 જુલાઇ સુધીમાં વધારાના દસ્તાવેજો ફાઇલ કરવા આદેશ આપ્યો છે. પાકિસ્તાની મૂળનો કેનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણા 2008 ના મુંબઇ આતંકી હુમલાનો આરોપી છે.

મેજિસ્ટ્રેટ જસ્ટિસ જેકલીન ચુલજિયાને ગુરુવારે બચાવ પક્ષના વકીલો અને ફરિયાદીઓને 15 જુલાઈ સુધી વધારાના દસ્તાવેદ દાખલ કરવા આદેશ આપ્યો છે. આ સાથે જ રાણા ફેડરલ કસ્ટડીમાં રહેશે. ભારતીય અધિકારીઓનો આરોપ છે કે, રાણાએ પોતાના બાળપણના મિત્ર ડેવિડ કોલમેન હેડલી સાથે મળીને પાકિસ્તાની આતંકવાદી સમૂહ લશ્કર-એ-તૈયબા, આર્મી ઓફ ધ ઘુડની મદદ કરવા માટે મુંબઈમાં વર્ષ 2008ના આતંકી હુમલાનું ષડયંત્ર કર્યું હતું, જેમાં 166 લોકોના મોત થયા હતા. જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સાથે જ 1.5 બિલિયન અમેરિકી ડોલરનું નુકસાન થયું હતું.

આ પણ વાંચો :85 દેશોમાં ફેલાયો ડેલ્ટા વેરિએન્ટ,ઝડપથી ફેલાઈ રહ્યો છે : WHO

રાણા લશ્કર-એ-તૈયબા આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીનો બાળપણનો મિત્ર છે. ભારતની વિનંતી પર રાણાને 10 જૂન, 2020 ના રોજ લોસ એન્જલસમાં ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ હુમલામાં છ અમેરિકન નાગરિકો સહિત 166 લોકો માર્યા ગયા હતા. ભારતે તેને ભાગેડુ જાહેર કર્યો છે.

પાકિસ્તાની મૂળના 60 વર્ષીય યુએસ નાગરિક, હેડલી 2008 ના મુંબઈ હુમલાની કાવતરામાં સામેલ હતો. તે આ કેસમાં સાક્ષી બન્યો હતો અને હાલમાં આ હુમલામાં તેની ભૂમિકા માટે અમેરિકામાં 35 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે.

આ પણ વાંચો :અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને ન્યુઝ પેપર એપલ ડેઇલી બંધ થતાં ચીન પર કર્યા આકરા પ્રહાર

અમેરિકા કરી રહ્યો છે ભારતનો સહયોગ

આ મામલામાં અમેરિકાનું કહેવું છે કે, 59 વર્ષીય રાણાને ભારતમાં પ્રત્યાર્પણ ભારત અને અમેરિકા વચ્ચે થયેલી પ્રત્યાર્પણ સંધિ અનુરૂપ છે. ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ અનુસાર, ભારત સરકારે રાણાના ઔપચારિક પ્રત્યાર્પણનો અનુરોધ કર્યો છે અને અમેરિકામાં પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અમેરિકા સરકારે દલીલ કરી છે કે, ભારત પ્રત્યાર્પણ માટે રાણા દરેક માપદંડોને પૂરા કરે છે. અમેરિકાએ કહ્યું હતું કે, તે રાણાને ભારત પ્રત્યાર્પિત કરવા માટે પ્રમાણનેનો અનુરોધ કરે છે અને પ્રત્યાર્પણ અનુરોધમાં સંભવિત કારણ સ્થાપિત કરવા માટે પર્યાપ્ત પૂરાવા છે તથા રાણાએ ભારતના અનુરોધને નકારવા માટે પૂરાવા નથી આપ્યા.

આ પણ વાંચો :કરાચીમાં ઉતર્યું દુનિયાનું સૌથી લાંબુ અને ભારે વિમાન, જુઓ આ video