Not Set/ live: કલોલ પથ્થરમારામાં મંતવ્ય ન્યુઝના પત્રકાર જ્યોતિ પટેલ ઘાયલ

કલોલ તાલુકના છત્રાલ ગામે મુસ્લીમ ઈસમો દ્રારા હિંદુ હત્યા લઈ આજે કલોલ બંધ એલાન આપવા આવ્યું હતું પરંતુ બજારો સવારથી રાબેતા મુજબ ચાલુ રહેતા ટોળાઓ બજાર બંધ કરાવ્યા હતા. આ સમયે સામસામે બંને જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં મંતવ્ય ન્યુઝના પત્રકાર જ્યોતિ પટેલ પર પોલીસની હાજરીમાં પથ્થરમારો થતા જ્યોતિ પટેલ ઘાયલ થયા હતાં. […]

Top Stories Gujarat
Untitled 9 live: કલોલ પથ્થરમારામાં મંતવ્ય ન્યુઝના પત્રકાર જ્યોતિ પટેલ ઘાયલ

કલોલ તાલુકના છત્રાલ ગામે મુસ્લીમ ઈસમો દ્રારા હિંદુ હત્યા લઈ આજે કલોલ બંધ એલાન આપવા આવ્યું હતું પરંતુ બજારો સવારથી રાબેતા મુજબ ચાલુ રહેતા ટોળાઓ બજાર બંધ કરાવ્યા હતા. આ સમયે સામસામે બંને જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો.

આ ઘટનામાં મંતવ્ય ન્યુઝના પત્રકાર જ્યોતિ પટેલ પર પોલીસની હાજરીમાં પથ્થરમારો થતા જ્યોતિ પટેલ ઘાયલ થયા હતાં. આ પથ્થરમારામાં જ્યોતિ પટેલના નાક અને મો પર ગંભીર ઈજા પહોંચી હતી. પત્રકાર પર પથ્થર મારો થતા સમગ્ર મીડિયા જગતમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

કડી અને કલોલ બંધના એલાનના પગલે ભારે પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. છત્રાલ વિસ્તારમાં છેલ્લાં 8 મહિનાથી કોમી તંગદિલી ફેલાઇ છે. અગાઉ એક મુસ્લીમની હત્યા પછી હવે પાટીદાર આધેડની હત્યા થઇ જતાં કલોલ અને આજુબાજુના વિસ્તારમાં તંગદિલી ચાલુ હતી.

અગાઉ થયેલી કોમી અથડામણમાં એક મુસ્લિમ યુવકનું મોત નીપજયું હતું તેમ છતાં કોમી હિંસાને ડામવામાં પોલીસ વામણી પુરવાર થઈ છે. ત્યારે અગાઉ થયેલી કોમી અથડામણની અદાવતમાં કેટલામ મુસ્લિમ શખ્સોએ પાટીદાર આધેડની હત્યા કરતાં પરિસ્થિતિ તંગ બની ગઈ છે.

છત્રાલમાં રહેતા અશોકભાઈ રણછોડભાઈ પટેલ ગઈકાલે મોડી સાંજે છત્રાલ જીઆઈડીસી ફેઝ-૧ માંથી પસાર થતા હતા તે વખતે કેટલાક મુસ્લિમ ઈસમોએ તેમને આંતરીને તિક્ષ્ણ હથિયાર તથા બોથડ પદાર્થના નવ ઘા મારીને ઘાતકી હત્યા કરી દીધી હતી.

મૃતક અશોકભાઈના મોટા પુત્ર અંકિતે ફરીયાદમાં જણાવ્યું છે કે તેના પિતરાઈ ભાઈ કલ્પેશ ઉપર મુસ્લિમ ઈસમોએ હુમલો કરતાં કલ્પેશે ફરિયાદ આપી હતી. જેની અદાવતમાં ત્રણેક દિવસ અગાઉ તેના પિતા અશોકભાઈને ધાકધમકી મળી હતી