Weather Update/ દિલ્હી-NCRમાં વરસાદના કારણે ઠંડી વધી, જાણો દેશના બાકીના ભાગોની સ્થિતિ…

હવામાન વિભાગે દેશના અનેક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. દિલ્હી એનસીઆરમાં હવેથી હવામાને પલટો લીધો છે. દિલ્હી એનસીઆરમાં મોડી રાતથી પવન સાથે વરસાદ પડી રહ્યો છે

India
ઠંડી

હાલમાં ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીથી કોઈ રાહત મળી નથી. હવામાન વિભાગે દેશના અનેક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. દિલ્હી એનસીઆરમાં હવેથી હવામાને પલટો લીધો છે. દિલ્હી એનસીઆરમાં મોડી રાતથી પવન સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું કે, દિલ્હી અને NCRમાં 20 થી 30 કિમીની ઝડપે પવન સાથે હળવો વરસાદ થશે. એટલે કે, હિંડન એરફોર્સ, લોની દેહત, ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા, ઈન્દિરાપુરમ, ગુરુગ્રામ અને કુરુક્ષેત્રમાં પણ વરસાદ પડશે.

આ પણ વાંચો: સુરતમાં કોરોનાથી 4 લોકોએ દમ તોડ્યો, જાણો નવા કેટલા કેસ….

ઠંડી

એલર્ટ જાહેર કરતા હવામાન વિભાગે કહ્યું કે, ગુરુવારે દિલ્હી અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેના કારણે રાજધાનીમાં દિવસ દરમિયાન ઠંડી વધુ વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે દિવસ દરમિયાન ગાઢ વાદળો રહેશે. ત્યાં જોરદાર પવન ફૂંકાતા રહેશે.

દેશનાં ક્યાં ભાગોમાં વરસાદની આગાહી?

સ્કાયમેટ વેધર અનુસાર, ચક્રવાતી પરિભ્રમણ પાકિસ્તાનના મધ્ય ભાગો અને પંજાબ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાનને અડીને છે. તે જ સમયે, અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનો પણ આ વિસ્તારમાં ભેજ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં, 3 ફેબ્રુઆરીએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણાના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે.

ઉત્તર અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાંથી બર્ફીલા પવનો ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આવશે, જે ફરી એકવાર તાપમાનમાં ઘટાડો કરશે. પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં 4 થી 7 ફેબ્રુઆરી દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2022 માં, ઉત્તરપૂર્વ ભારતના પૂર્વ ભાગ, દક્ષિણ દ્વીપકલ્પીય ભારત અને મધ્ય ભારતના દક્ષિણપૂર્વ ભાગ સિવાય, જ્યાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. દેશના મોટાભાગના ભાગોમાં સામાન્યથી નીચે તાપમાન નોંધાઈ શકે છે.

આ પણ વાંચો:  સાયલાના નાના હરણીયા ગામની સીમમાંથી 690 લીટર દારૂ અને 4,800 લીટર આથો ઝડપાયો

આ પણ વાંચો:વ્યાજબી ભાવની દુકાન સંચાલકોના હિતમાં નિર્ણય ,સસ્તા અનાજની દુકાનના સંચાલકોની માગ સ્વીકારી