પોલીસ ઈન્સ્પેકટર એમ.ડી.ચૌધરીએ એલસીબી શાખાની અલગ-અલગ ટીમો બનાવી દરેક ટીમને જિલ્લા વિસ્તારમાં ચૂસ્ત પેટ્રોલિંગ ફરી પ્રોહી જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા અંગે ચોકકસ ફળદાયક હકીકતો મેળવી વધુમાં વધુ સફળ કેસો શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપતા એલસીબી ટીમ દ્વારા ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી હતી.
જેમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમને ચોકકસ હકિકત મળી હતી કે, જયરાજભાઈ ભૂપતભાઈ ખાચર (જાતે કાઠી, રહે.નાના હરણીયા, તા.સાયલાવાળો) નાના હરણીયા ગામના પાછળના ભાગે આવેલી નદીમાં સામા કાંઠે આવેલી પોતાના કબ્જા ભોગવટાવાળી વાડીના શેઢે ગેરકાયદે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ ગાળે છે.
જે બાતમી હકિકતના આધારે એલસીબી ટીમ દ્વારા તાત્કાલીક પુરતી તૈયારી સાથે બાતમી હકીકતવાળી જગ્યાએ છાપો મારતા આરોપી પોતાના કબજા ભોગવટાવાળી વાડીના શેઢે ગેરકાયદે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ લીટર 690 કિ.રૂા.13,800 તથા આથો લીટર 4,800 કિ.રૂા.9,600 તથા સડેલો અખાદ્ય ગોળના ડબ્બા નંગ-20 ગોળ કિલો 300 કિ.રૂા.3,000 તથા નાસ કરેલા ડબલ બેરલના બાફણીયા નંગ-2, એલ્યુમિનિયમ તથા પ્લા.ની નળી આશરે 100 ફૂટ, આથો ભરેલા પ્લા.ના બેરલ નંગ-20, આથાની વાસવાળા ખાલી બેરલ નંગ-2 જે નાશ કરેલાની સાથે તમામ મળી કુલ રૂા.26,400નો મુદ્દામાલ રાખી રેઈડ દરમિયાન આરોપી હાજર મળી નહીં આવતા તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી તથા તપાસમાં ખૂલે તે તમામ વિરૂધ્ધ ધજાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો રજી.કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
