Not Set/ વિમ્બલ્ડન ૨૦૧૮ : સેરેના વિલિયમ્સ, નડાલ સહિતના ટોચના ખેલાડીઓએ મેળવી ક્વાર્ટર ફાઈનલની ટિકિટ

લંડન, ઈંગ્લેંડમાં રમાઈ રહેલા વિમ્બલ્ડન ટેનિસ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટમાં ટોચના ખેલાડીઓએ અંતિમ – ૮માં પોતાની ટિકિટ ફાઈનલ કરી છે. અમેરિકી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે રુસની મહિલા ખેલાડી એવીજિનિયા રોડીનાને ૬-૨, ૬-૨થી હરાવીને ૧૩મી વખત વિંબલડન ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે તે ગર્ભવતી હોવાના કારણે આ ગ્રાન્ડસ્લેમમાં રમી શકી નહતી. […]

Trending Sports
How to Watch Wimbledon 2017 Free Live Stream Online 2 વિમ્બલ્ડન ૨૦૧૮ : સેરેના વિલિયમ્સ, નડાલ સહિતના ટોચના ખેલાડીઓએ મેળવી ક્વાર્ટર ફાઈનલની ટિકિટ

લંડન,

ઈંગ્લેંડમાં રમાઈ રહેલા વિમ્બલ્ડન ટેનિસ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટમાં ટોચના ખેલાડીઓએ અંતિમ – ૮માં પોતાની ટિકિટ ફાઈનલ કરી છે. અમેરિકી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે રુસની મહિલા ખેલાડી એવીજિનિયા રોડીનાને ૬-૨, ૬-૨થી હરાવીને ૧૩મી વખત વિંબલડન ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે તે ગર્ભવતી હોવાના કારણે આ ગ્રાન્ડસ્લેમમાં રમી શકી નહતી. ત્યારે હવે તેમનો સામનો ઈટલીની કૈમિલા જિયોર્જી સામે થશે. જે વિશ્વ રેકીંગમાં ૫૨માં ક્રમાંકે છે.

સાત વખતની ચેમ્પિયન ખેલાડી સેરેના વિલયમ્સ અહીં ૨૦૧૫ અને ૨૦૧૬માં ટાઈટલ જીતી ચુકી છે. તેમજ તે ઓલ ઈંગ્લેન્ડ ક્લબ પર સતત ૧૮ મેચ જીતી ચુકી છે.

methode2Ftimes2Fprod2Fweb2Fbin2Fb8251d4c 83a5 11e8 b7ab 42d55e61ad8f વિમ્બલ્ડન ૨૦૧૮ : સેરેના વિલિયમ્સ, નડાલ સહિતના ટોચના ખેલાડીઓએ મેળવી ક્વાર્ટર ફાઈનલની ટિકિટ

આ ઉપરાંત સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચ, રાફેલ નડાલ અને રોજર ફેડરરે ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન હાંસલ કર્યું છે. અંતિમ – ૮માં નોવાક જોકોવિચનો મુકાબલો કેઈ નિશિકોરી સામે થશે. નિશિકોરી ૧૯૯૫માં શુઓ મત્સુઓકા બાદ વિંબલડન અંતિમ-૮માં પ્રવેશ કરનાર પ્રથમ જાપાની ખેલાડી છે.

atp wimbledon rafael nadal and juan martin del potro race into the last 16 વિમ્બલ્ડન ૨૦૧૮ : સેરેના વિલિયમ્સ, નડાલ સહિતના ટોચના ખેલાડીઓએ મેળવી ક્વાર્ટર ફાઈનલની ટિકિટ

દુનિયાના નંબર-૧ ટેનિસ ખેલાડી નડાલે ચેક રિપબ્લિકના ખેલાડી જિરી વેસ્લેને ૬-૩, ૬-૩, ૬-૪થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો. ત્યારે હવે તેનો મુકાબલો અર્જેન્ટીનાના જુઆન ડેલ પોટ્રો અથવા ફ્રાંસના જાઈલ્સ સિમોન સામે થશે.

મહત્વનું છે કે, ગાર્બાઈન મુગુરુજા, સિમોના હાલેપ, મારિયા શારાપોવા, વિનસ વિલિયમ્સ, કૈરોલિના વોજિનયાકી અને સ્લોએને સ્ટીફેંસ પહેલાથી જ ટૂર્નામેન્માંથી બહાર થઈ ચુકી છે. જયારે વિબલડનના ઈતિહાસમાં પ્રથમ વખત ટોચની ૧૦ મહિલા ખેલાડીઓમાંથી કોઈ પણ ખેલાડી અંતિમ-૮માં પહોંચી શકી નથી.