Not Set/ JNU હિંસાને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવો, આ લોકો તેના લાયક નથી : કંગના રનૌત

અભિનેત્રી કંગના રનૌત આખરે દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં થયેલી હિંસા અંગે પોતાના મંતવ્યો આપ્યા અને કહ્યું કે, આ ઘટનાને રાષ્ટ્રીય અને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. પોતાની આગામી ફિલ્મ ‘પંગા’ નાં પ્રમોશન પ્રસંગે મીડિયા સાથે વાત કરતા અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘જેએનયુમાં વિદ્યાર્થીઓ સામે થતી હિંસાની હાલમાં તપાસ ચાલી રહી છે. આ […]

Top Stories India
kangana ranaut1 JNU હિંસાને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવો, આ લોકો તેના લાયક નથી : કંગના રનૌત

અભિનેત્રી કંગના રનૌત આખરે દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં થયેલી હિંસા અંગે પોતાના મંતવ્યો આપ્યા અને કહ્યું કે, આ ઘટનાને રાષ્ટ્રીય અને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. પોતાની આગામી ફિલ્મ ‘પંગા’ નાં પ્રમોશન પ્રસંગે મીડિયા સાથે વાત કરતા અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘જેએનયુમાં વિદ્યાર્થીઓ સામે થતી હિંસાની હાલમાં તપાસ ચાલી રહી છે. આ સમજી શકાય છે કે યુનિવર્સિટીમાં બે પક્ષો છે.

d64558bc79971a711af89c8ec6ad899a JNU હિંસાને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવો, આ લોકો તેના લાયક નથી : કંગના રનૌત

કંગનાએ તેની કોલેજનાં દિવસો દરમિયાન ચંદીગઢમાં ગેંગ વોરને યાદ કરતાં કહ્યું હતું કે, ‘કોલેજનાં સમયમાં ગેંગવોર (બે જૂથો વચ્ચેની લડત) સામાન્ય છે. હું હોસ્ટેલમાં રહેતી હતી, છોકરાઓની હોસ્ટેલ પણ તેની બાજુમાં હતી. તેમણે વધુમાં કહ્યું કે, ‘ત્યાં લોકોને દિવસ દરમિયાનમાં પીછો કરીને મારી નાખવામાં આવ્યા હતા. એક વખત એક છોકરો અમારી હોસ્ટેલમાં કૂદી ગયો હતો અને તે ટોળા દ્વારા મરી જવાનો હતો, પરંતુ અમારા હોસ્ટેલનાં મેનેજરે તેને બચાવી લીધો.

Image result for jnu

તેમણે વધુમાં કહ્યું કે, પોલીસે ગુનેગારોને કસ્ટડીમાં લેવા જોઈએ અને દરેકને ચાર-ચાર થપ્પડ મારવા જોઈએ. આ પ્રકારનાં લોકો દરેક ગલી અને કોલેજમાં બધે જ મળી જાય છે. તેમને રાષ્ટ્રીય મુદ્દો બનાવવો જોઈએ નહીં, કારણ કે તેઓ તેના લાયક નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.