Akanksha Dubey Post mortem report/ ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, જાણો ક્યાં મળ્યા ઈજાના નિશાન

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેનો મૃતદેહ 25 માર્ચે વારાણસીના સારનાથની એક હોટલમાંથી મળી આવ્યો હતો. જે બાદ હવે તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે.

Trending Entertainment
આકાંક્ષા દુબેનો

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેના મૃત્યુ બાદ આ મામલો વધુ જોર પકડી રહ્યો છે. અભિનેત્રી 25 માર્ચે વારાણસીના સારનાથમાં હોટલ સોમેન્દ્રમાં મૃત હાલતમાં મળી આવી હતી. જે બાદ તેની માતા મધુ દુબેએ ગાયક સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને પુત્રીની હત્યાની શક્યતા વ્યક્ત કરી હતી. હવે આકાંક્ષા દુબેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં તેના ગળા પર ફાંસો ખાધો હોવાના ઇજાના નિશાન હોવાનો મામલો સામે આવ્યો છે.

આ મામલે સારનાથના એસીપીએ જણાવ્યું કે આકાંક્ષા દુબેના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેના ગળા પર માત્ર ફાંસીની ઈજા જ જોવા મળી છે. આ સિવાય અભિનેત્રીના શરીરમાં ક્યાંય પણ ઈજાના નિશાન કે ઘા જોવા મળ્યા નથી. તો આ રિપોર્ટ અનુસાર આકાંક્ષાનું મોત હત્યા નહીં પરંતુ આત્મહત્યા હોવાનું જણાય છે. જો કે, વિસરા રિપોર્ટ આવવાનો બાકી છે, ત્યારબાદ જ કંઈક કહી શકાશે.

માતાના વકીલે સીબીઆઈ તપાસની માંગ કરી

આપને જણાવી દઈએ કે આકાંક્ષાની માતા મધુ દુબેના વકીલ શશાંક શેખર ત્રિપાઠીએ પણ આ રિપોર્ટ આવવા પર પોતાનું નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેણે કહ્યું છે કે આકાંક્ષા દુબેની હત્યાની સીબીઆઈ તપાસની માંગ થવી જોઈએ. કારણ કે અહીં પહેલી નજરે સારનાથ પોલીસની ભૂમિકા શંકાસ્પદ લાગી રહી છે.

આ પણ વાંચો:વાઝુદ્દીન સિદ્દીકી પર આરોપો વચ્ચે પૂર્વ પત્ની આલિયાની મુશ્કેલીઓ વધી, જાણો કોણે નોંધાવ્યો કેસ

આ પણ વાંચો:Happy family : કન્ડિશન્સ એપ્લાયના કલાકાર અને નિર્માતાએ અમદાવાદ શહેરની મુલાકાત લીધી

આ પણ વાંચો:‘બાળ કલ્યાણ’ નફાકારક પ્રવૃત્તિ માટે હોતું નથીઃ રાણી મુખર્જીની ફિલ્મ અંગે નોર્વેનો જવાબ

આ પણ વાંચો:આખરે, કેમ આ ગાયકના દીવાના થયા પીએમ મોદી, આ રીતે કર્યા વખાણ: જુઓ વીડિયો