Not Set/ રાજકોટના વિંછીયામાં પિતાએ પુત્ર પર કર્યું ફાયરિંગ, પોલીસે પિતાની કરી ધરપકડ 

રાજકોટ: રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના થોરિયાળી ગામે પિતા-પુત્રના સંબંધને કલંક લગાડતી ઘટના સામે આવી છે. જેમાં પિતાએ સગા પુત્ર ઘનશ્યામ પર ફાયરિંગ કરતા પુત્રને પ્રથમ વિંછીયા સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ફાયરિંગ કરનાર પિતાની ધરપકડ કરી હતી. આ અંગે ઘટના અંગે જાણવા મળતી […]

Top Stories Gujarat Rajkot Trending
In Vinchhiya, Rajkot, Father fired on his son, Police arrested the father

રાજકોટ: રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના થોરિયાળી ગામે પિતા-પુત્રના સંબંધને કલંક લગાડતી ઘટના સામે આવી છે. જેમાં પિતાએ સગા પુત્ર ઘનશ્યામ પર ફાયરિંગ કરતા પુત્રને પ્રથમ વિંછીયા સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ફાયરિંગ કરનાર પિતાની ધરપકડ કરી હતી.

આ અંગે ઘટના અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના થોરિયાળી ગામે જીવાભાઈ રામાભાઈ રાજપરા દ્વારા પોતાના પુત્ર ઘનશ્યામ પર ફાયરિંગ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘનશ્યામ જીવાભાઈ રાજપરા નામનો યુવાન પોતાની કિરાણાની દુકાનમાં બેઠો હતો ત્યારે જ તેના પિતા જીવાભાઈ દુકાનમાં આવ્યા હતા અને તેમણે ઘનશ્યામ પાસેથી રૂપિયા માંગ્યા હતા.

જે અંગે પુત્ર ઘનશ્યામે તેમને રૂપિયા આપવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાઈ ગયેલા પિતા જીવાભાઈએ પોતાના સગાં પુત્ર ઉપર પિસ્તોલ કે રિવોલ્વર જેવું હથિયાર કાઢીને ધડાધડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ગંભીર રીતે ઈજા પામેલા ઘનશ્યામને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વિંછીયા સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ ઘટના અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી ઘનશ્યામના પિતા જીવાભાઈ અવારનવાર દુકાને આવી તેને હેરાન કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ મામલે ઘનશ્યામે મિડિયા સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે જીવાભાઈને સંતાનમાં ત્રણ પુત્ર છે. જેમાં ઘનશ્યામ વચેટ હોવાનું જાણવા મળી રહ્યું છે.