ગુજરાત/ બોટાદ ધ્રાંગધ્રાની ટ્રેનમાં લાગી આગ, 3 ડબ્બા બળીને ખાખ

બોટાદ નગરપાલિકાની ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે. જોતજોતામાં જ આખી ડેમુ ટ્રેનમાં આગ ફેલાઈ ગઈ હતી.  

Top Stories Gujarat Others

બોટાદ રેલ્વે સ્ટેશનમાં ટ્રેનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કોઈ અગમ્ય કારણોસર બોટાદ ધ્રાંગઘ્રાની ટ્રેનમાં આગ લાગી હતી. આગમાં ટ્રેનના ત્રણ ડબ્બા આવતા લોકોમાં પણ નાસભાગ મચવા પામી હતી. ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચાલુ કરવામાં આવ્યોં હતો. જો કે મહત્વપૂર્ણ છે સમગ્ર આગની ઘટનામાં જાનહાની થતા ટળી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર, બોટાદ રેલ્વે સ્ટેશન પર ડેમુ ટ્રેનમાં મોટી દુર્ઘટના બની છે. બોટાદ રેલવે સ્ટેશનના 7 નંબરના પ્લેટફોર્મ પર ડેમુ ટ્રેનમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફડા તફડીનો માહોલ સર્જાયો છે. જોકે, ડેમુ ટ્રેનમાં આગ લાગવાનુ કારણ અંકબંધ છે. ટ્રેનમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતો.

ઘટનાની જાણ થતાં જ બોટાદ નગરપાલિકાની ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે. જોતજોતામાં જ આખી ડેમુ ટ્રેનમાં આગ ફેલાઈ ગઈ હતી.

ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ

આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ