Not Set/ ટંકારા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના સાત સહીત નવના મોત

મોરબી જિલ્લાના ટંકારા પાસે ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, ટ્રકની સાથે ઇકો કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં આગ લાગતાં કારમાં સવાર નવમાંથી નવ વ્યક્તિના મોત નીપજ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ લોકો કચ્છ જિલ્લાના રાપર તાલુકાના લાકડિયા ગામે સામાજિક પ્રસંગ પૂર્ણ કરીને પરત આવી રહ્યા હતા. આ […]

Top Stories Rajkot Gujarat Others Trending
Morbi: Car catches fire after accident with truck Nine Death

મોરબી જિલ્લાના ટંકારા પાસે ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, ટ્રકની સાથે ઇકો કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં આગ લાગતાં કારમાં સવાર નવમાંથી નવ વ્યક્તિના મોત નીપજ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ લોકો કચ્છ જિલ્લાના રાપર તાલુકાના લાકડિયા ગામે સામાજિક પ્રસંગ પૂર્ણ કરીને પરત આવી રહ્યા હતા. આ મૃતકો પૈકીના સાત વ્યક્તિ એક જ પરિવારના હોવાનું પણ ખુલવા પામ્યું છે.

આ અકસ્માતની ઘટના અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના છતર ગામ નજીક એક ટ્રકની સાથે ઇકો કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળ પર જ છ વ્યક્તિનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે છેલ્લે મળતી માહિતી મુજબ રાજકોટ ખાતે સારવાર માટે દાખલ કરાયેલા તમામ ત્રણેય વ્યક્તિના મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તો કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટંકારા પાસેના વિસ્તારમાં અવાર નવાર અકસ્માત સર્જાય છે.

આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા મીતાબહેન મહેશભાઈ કલાડિયાના મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે રહેતા તેમના બહેન ભાવનાબહેન  અને બનેવી રાજેશભાઈ કલાડિયા બે દિવસ અગાઉ તેમના ઘરે આવ્યા હતા. આ દરમિયાન કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખિયાળી પાસેના લાકડિયા ગામે તેમના સુરાપુરા દાદાનો પંચમનો ઉત્સવ હોવાથી તેઓ ઇકો કાર ભાડે કરીને ગયા હતા.

આ ઇકો કારમાં મીતાબહેન, મહેશભાઈ, ભાવનાબહેન, રાજેશભાઈ ઉપરાંત વાણિયાવાડીમાં રહેતા બળદેવભાઈ, દેવપરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ કલાડિયા, તેમના પત્ની મીના બહેન, પુત્ર સાગર તેમજ મુકેશભાઈ સહિતના સભ્યો લાકડિયા ગામ ગયા હતા.

સુરાપુરા દાદાનો ઉત્સવ પૂરો કરીને ઇકો કારમાં પરત આવી રહ્યા ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના છત્તર ગામ પાસેના કાગદળી નજીક એક ટ્રકની સાથે તેમની ઇકો કાર અથડાઈ હતી. જેના કારણે કાર અને ટ્રક બંનેમાં આગ લાગી હતી. આ ઘટનામાં કારમાં સવાર છ વ્યક્તિના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યાં હતા.  જયારે અન્ય ત્રણ વ્યક્તિના રાજકોટ સ્થિત હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.

આ અકસ્માતની ઘટના બાદ કાર અને ટ્રકમાં આગ લાગતાં હાઇવે પર દોઢથી બે કિ.મી. લાંબી વાહનોની કતાર લાગી હતી.