absconding/ 24 વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી લેતી સ્ટેટ મોનિટરીંગ સેલ

ચૂંટણીના જાહેરનામા બાદ કુલ 17 ફરાર આરોપીઓને પોલીસે દબોચી લીધા

Gujarat Top Stories
Beginners guide to 98 2 24 વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી લેતી સ્ટેટ મોનિટરીંગ સેલ

Gujarat News : લોકસભાની ચૂંટણી 2024 હેઠલ બહાર પડાયેલા જાહેરનામા બાદ સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી) દ્વારા રાજ્ય અને રાજ્ય બહારના કુલ 17 આરોપીને ઝડપી લેવાયા છે. જેમાં 24 વર્ષથી નાસતા ફરતા બે અને 25 વર્ષથી ભાગતા ફરતા એક આરોપીની 28 માર્ચ 2024 ના રોજ એસએમસીએ ધરપકડ કરી છે.

નાસતા ફરતા આરોપીઓને ઝડપરી લેવા આંતર રાજ્યો સાથે થયેલા કોઓર્ડિનેશન મુજબ હિમાચલ પ્રદેશ રાજ્યના પોલીસ વડા દ્વારા હિમાચલ પ્રદેશના નાસતા ફરતા આરોપીઓની માહિતી  રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને મોકલવામાં આવી હતી. જેને આધારે એસએમસીના અધિકારીઓએ મુળ હિમાચલ પ્રદેશના રહેવાસી અને વેરાવળ અને રાજકોટમાં રહેતા બ્રિજેશકુમાર યુ. રાજ્યગુરૂ, લીમડીમાં રહેતા મુળ હિમાચલ પ્રદેશના અતાઉલ્લાખાન ઉર્ફે અતાભાઈ બી.પઠાણ અને ધાંગ્રધામાં છુપાયેલા નટવરલાલ નટુ ચૌરસીયાની ધરપકડ કરી હતી. બ્રિજેશકુમાર છેલ્લા 24 વર્ષથી નાસતો ફરતો હતો. જ્યારે અન્ય બે એનડીપીએસ એક્ટના ગુનામાં 25 વર્ષથી નાસતા ફરતા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે ગુજરાત પોલીસે હિમાચલપ્રદેશ પોલીસને આરોપીઓનો કબજો લઈ જવા  અંગે જાણ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાથી અમદાવાદની ઓફિસમાં પહોંચી ગયો મૃતદેહ,કોનો હતો મૃતદેહ અને કેવી રીતે પહોચી ગયો ઓફિસમાં મૃતદેહ જાણો વિગતો

આ પણ વાંચો:સુરતના નાનપુરામાં 400 રૂ. માટે મિત્ર એ જ નિર્દયીપણે મિત્રની કરી હત્યા, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

આ પણ વાંચો: બોટાદમાં ટ્રેન નીચે પડતું પિતા-પુત્રએ કર્યો આપઘાત