Not Set/ સુરત મુંબઇ હાઇ વે પર ટેન્કરમાં ટ્રક ઘુસી ગઈ,13 પશુઓ સહિત 3ના મોત, સુરેન્દ્રનગરમાં મહિલાનું મોત

રાજ્યમાં જાણે અકસ્માતની ઘટના સામાન્ય બની ગઈ છે રોજ બે-ચાર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવતી જ રહે છે અને અકસ્માતમાં મોતનો આકડો પણ સતત વધી રહ્યો છે. આવામાં વધુ બે અકસ્માતની ઘટના સુરત અને સુરેન્દ્રનગરથી સામે અવી છે. જેમાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરત અકસ્માતમાં અકસ્માતમાં 13 પશુઓના પણ થયાં મોત થયા છે. […]

Top Stories Gujarat Surat
Untitled 110 સુરત મુંબઇ હાઇ વે પર ટેન્કરમાં ટ્રક ઘુસી ગઈ,13 પશુઓ સહિત 3ના મોત, સુરેન્દ્રનગરમાં મહિલાનું મોત

રાજ્યમાં જાણે અકસ્માતની ઘટના સામાન્ય બની ગઈ છે રોજ બે-ચાર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવતી જ રહે છે અને અકસ્માતમાં મોતનો આકડો પણ સતત વધી રહ્યો છે. આવામાં વધુ બે અકસ્માતની ઘટના સુરત અને સુરેન્દ્રનગરથી સામે અવી છે. જેમાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરત અકસ્માતમાં અકસ્માતમાં 13 પશુઓના પણ થયાં મોત થયા છે.

સુરત

અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે 48 પર સુરત પાસે ટેન્કર પાછળ ટ્રક ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટ્રકમાં સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.જેમાં એકનું ઘટના સ્થળે તો બીજા બે લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.તો આ સાથે આ અકસ્માતમાં ટ્રકમાં ભરેલી ભેંસો અને પાડાનાં પણ મોત નીપજ્યા છે .ઘટનાની જાણ થતા IRB તેમજ પાલોદ પોલીસ ઘટના સ્થેળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે .

સુરેન્દ્રનગર

વઢવાણ-અમદાવાદ હાઈવે ઉપર અકસ્માત સર્જાતા મહિલાનું મોત નિપજ્યું. વિઠલાપરા પાસે અજાણ્યા વાહન ચાલકે મહિલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ઘટનાસ્થળે જ મહિલાનું મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળેટાળા એકત્રિત થયા હતો જો કે વાહનચાલક ફરાર થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.