Terrorist Abdul Rehman Makki/ UNએ અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો,ભારતને મળી સફળતા

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ સોમવારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કર્યો છે.

Top Stories World
Terrorist Abdul Rehman Makki

Terrorist Abdul Rehman Makki:  સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ સોમવારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કર્યો છે. ભારતે ગયા વર્ષે લશ્કર-એ-તૈયબા (LeT) ના નેતાને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માંગ કરી હતી, પરંતુ ચીને  આ મામલે  અવરોધ ઉભો કર્યો હતો. ભારત સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ સમિતિમાં જોડાયું, જેને UNSC 1267 સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અંતર્ગત પાક આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને સૂચિબદ્ધ કરવાના પ્રસ્તાવની ચીનને રોકવા માટે આંતરરાષ્ટ્રીય મંચ પર ટીકા થઈ હતી.હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિએ અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદ તરીકે જાહેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે  (Terrorist Abdul Rehman Makki) ભારત અને અમેરિકા પહેલા જ પોતાના દેશના કાયદા હેઠળ અબ્દુલ રહેમાન મક્કીને આતંકવાદી જાહેર કરી ચૂક્યા છે. મક્કી ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ છે, જેમાં આતંકવાદી હુમલાઓ માટે ભંડોળ ઊભું કરવું, યુવાનોની ભરતી કરવી અને હિંસા માટે કટ્ટરપંથી બનાવવું અને ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં હુમલાનું આયોજન કરવું. અબ્દુલ રહેમાન મક્કી લશ્કર-એ-તૈયબા (LeT)ના વડા અને 26/11ના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો સાળો છે.

નોંધનીય છે કે 16 જૂન 2022 ના રોજ ચીને છેલ્લી ક્ષણે પાકિસ્તાની આતંકવાદી મક્કીને (Terrorist Abdul Rehman Makk) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધિત સૂચિમાં સામેલ કરવાના યુએસ અને ભારતના સંયુક્ત પ્રસ્તાવને અટકાવ્યો હતો. અમેરિકા અને ભારતે સુરક્ષા પરિષદની અલકાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત ઠરાવ રજૂ કર્યો હતો. 16 જૂને ચીન સિવાય તમામ સભ્યોએ મક્કીનું નામ આતંકવાદી યાદીમાં ઉમેરવાનું સમર્થન કર્યું હતું.

અબ્દુલ રહેમાની મક્કી 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાનો સભ્ય છે. મક્કી પાકિસ્તાન ઈસ્લામિક વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન અહલ-એ-હદીસ ઉપરાંત, તે લશ્કર-એ-તૈયબા પર પણ પ્રભુત્વ ધરાવે છે. મક્કી હાફીઝ સઈદનો સૌથી ખાસ સંબંધી છે, જેણે હંમેશા તેની બ્લેક ગેમમાં તેને વફાદારીથી ટેકો આપ્યો હતો. ભારત વિરુદ્ધ કાવતરું ઘડવામાં મક્કી હંમેશા આગળ રહેતો હતો. મક્કીએ મુંબઈમાં આતંક મચાવવાનું ખતરનાક ષડયંત્ર પણ રચ્યું હતું. તે ભારતમાં, ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં ભંડોળ એકત્ર કરવા, ભરતી કરવા અને હુમલાની યોજના બનાવવા માટે યુવાનોની ભરતી અને કટ્ટરપંથી કરવામાં સામેલ છે. તે યુએસ નિયુક્ત વિદેશી આતંકવાદી સંગઠન (FTO) લશ્કરમાં વિવિધ નેતૃત્વની ભૂમિકાઓ સંભાળી રહ્યો છે. તેણે લશ્કરની કામગીરી માટે ભંડોળ એકત્ર કરવામાં પણ ભૂમિકા ભજવી છે.

pakistan prime minister/આર્થિક કંગાળ થયા બાદ પાકિસ્તાનને થયો આત્મજ્ઞાન, PM શહબાઝ શરીફે કહ્યું ‘ભારત