pakistan prime minister/ આર્થિક કંગાળ થયા બાદ પાકિસ્તાનને થયો આત્મજ્ઞાન, PM શહબાઝ શરીફે કહ્યું ‘ભારત સાથે થયેલા 3 યુદ્વથી બોધપાઠ શીખ્યા છે’

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આ દિવસોમાં તેના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું ભારતને લઈને એક નિવેદન સામે આવ્યું છે.

Top Stories World
3 1 23 આર્થિક કંગાળ થયા બાદ પાકિસ્તાનને થયો આત્મજ્ઞાન, PM શહબાઝ શરીફે કહ્યું 'ભારત સાથે થયેલા 3 યુદ્વથી બોધપાઠ શીખ્યા છે'

PM of Pakistan:  ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આ દિવસોમાં તેના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું ભારતને લઈને એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે અમે ભારત સાથે ત્રણ યુદ્ધો લડ્યા છે અને પાકિસ્તાને એમાથી બોધપાઠ શીખ્યા છે.

 PM  શાહબાઝે (Shahbaz) અલ અરેબિયા ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું (PM of Pakistan) છે કે ભારત અને પાકિસ્તાન પાડોશી છે અને બંનેએ એકબીજા સાથે રહેવાનું છે. તેમણે કહ્યું કે તે આપણા પર નિર્ભર કરે છે કે આપણે શાંતિથી જીવીએ છીએ, પ્રગતિ કરીએ છીએ કે એકબીજા સાથે લડીને આપણો સમય અને સંસાધન વેડફીએ છીએ. ભારત સાથે અમારે ત્રણ યુદ્ધો થયા અને તેનાથી માત્ર ગરીબી અને બેરોજગારી આવી. અમે આ મામલે બોધપાઠ શીખ્યા છે. અમે હવે શાંતિથી જીવવા માંગીએ છીએ અને અમારી સમસ્યાઓ હલ કરવા માંગીએ છીએ.

 

 

તેમણે કહ્યું (PM of Pakistan) કે અમે ગરીબી ખતમ કરવા માંગીએ છીએ, દેશમાં સમૃદ્ધિ લાવવા માંગીએ છીએ. આપણા લોકોને સારું શિક્ષણ, સારી આરોગ્ય સુવિધાઓ અને રોજગાર આપવા માંગીએ છીએ. અમે અમારા સંસાધનો બોમ્બ અને દારૂગોળો પર વેડફવા માંગતા નથી. આ જ સંદેશ હું પીએમ મોદીને આપવા માંગુ છું

શાહબાઝે કહ્યું કે અમારી પાસે એન્જિનિયર, ડોક્ટર અને કુશળ મજૂરો છે. હું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું કે અમે આ બધાનો ઉપયોગ દેશની સમૃદ્ધિ માટે કરવા માંગીએ છીએ, જેથી પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત થાય જેથી બંને દેશો પ્રગતિ કરી શકે. તેમણે કહ્યું કે UAE ભારત અને પાકિસ્તાનને સાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.PM શાહબાઝે કહ્યું કે UAE લાખો પાકિસ્તાનીઓ માટે બીજા ઘર જેવું છે. શેખ મોહમ્મદ બિન ઝાયેદ પાકિસ્તાનના ભાઈ અને સમર્થક છે.

આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝે ફરી એકવાર કાશ્મીરનો ઉલ્લેખ કરતા કહ્યું કે હું પીએમ મોદીને કહેવા માંગુ છું કે અમે શાંતિથી જીવવા માંગીએ છીએ. પરંતુ કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તે બંધ થવું જોઈએ. માનવ અધિકારોનું ઉલ્લંઘન બંધ થવું જોઈએ.આ દરમિયાન શાહબાઝે કહ્યું કે ભારતના પીએમ મોદીને મારો સંદેશ છે કે આપણે વાટાઘાટોના ટેબલ પર બેસીને કાશ્મીર જેવા સળગતા મુદ્દા પર ગંભીર વાતચીત કરવી જોઈએ.તેમણે કહ્યું કે અમારા બંને દેશો પરમાણુ સંપન્ન રાષ્ટ્રો છે. જો બંને દેશો આ દિશામાં આગળ વધે તો શું થશે તે અલ્લાહ જાણે છે.

Cold Broke Records In Gujarat/ ગુજરાતમાં પવન સાથે હાડ થીજવતી ઠંડી,ત્રીજી વખત ઠંડીનો પારો 10 ડીગ્રીએ પહોંચ્યો