Spacelab/ ગુજરાતની સૌપ્રથમ સ્પેસ લેબ અમદાવાદમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પેસ સેક્ટરને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લુ મૂક્યા પછી તેમા મોટાપાયા પર રોકાણ આવવા માંડ્યુ છે. અંતરિક્ષ વિભાગની આગેવાની હેઠળની સ્વાયત્ત નોડલ એજન્સી ઇન-સ્પેસે સ્પેસ સિસ્ટમ ડિઝાઇન લેબની સ્થાપના કરી છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2023 11 09T124349.783 ગુજરાતની સૌપ્રથમ સ્પેસ લેબ અમદાવાદમાં

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પેસ સેક્ટરને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લુ મૂક્યા પછી તેમા મોટાપાયા પર રોકાણ આવવા માંડ્યુ છે. અંતરિક્ષ વિભાગની આગેવાની હેઠળની સ્વાયત્ત નોડલ એજન્સી ઇન-સ્પેસે સ્પેસ સિસ્ટમ ડિઝાઇન લેબની સ્થાપના કરી છે. અત્યાર સુધીમાં સ્પેસ સેક્ટરમાં 226 કંપનીઓ નોંધાઈ ચૂકી છે.

આનું જ જાણે પ્રતિબિંબ પાડતા હોય તેમ અમદાવાદમાં ગુજરાતની પ્રથમ સ્પેસ લેબ લોન્ચ કરવામાં આવી છે.  અમદાવાદના બોપલમાં ઇન-સ્પેસ ખાતે દેશની પ્રથમ સ્પેસ સિસ્ટમ ડિઝાઇન લેબ શરૂ થઈ ગઈ છે. ઇસરોના ચેરમેન અને સ્પેસ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી એસ સોમનાથ દ્વારા સ્પેસ સિસ્ટમ ડિઝાઇન લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

Spcace ગુજરાતની સૌપ્રથમ સ્પેસ લેબ અમદાવાદમાં

ગુજરાતમાં અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવેલી નવી સ્પેસ લેબનું નામ કલામ સારાભાઈ સ્પેસ ઇનોવેશન લેબ રાખવામાં આવ્યું છે. તેમા સ્પેસ લેબમાં ઇનોવેશન લેબ, રોબોટિક્સ ઝોન તૈયાર કરવામાં આવ્યું છે. આ આ સિવાય થ્રી-ડી ઝોન અને એસ્ટ્રોનોમી પણ સ્પેસ લેબમાં તૈયાર કરવામાં આવ્યા છે.

આ સ્પેસ લેબની લોકો વિના મૂલ્યે વિઝિટ કરી શકશે. સ્પેસ લેબમાં છ રોબોટ્સ મૂકવામાં આવ્યા છે. તેમા ઇસરોના ઇતિહાસથી લઈને ચંદ્રયાન-3 સુધીના રોકેટ્સ પણ મૂકવામાં આવ્યા છે. તેમા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રત્યે પ્રેરાય તેવા હેતુ સાથે લેબ બનાવવામાં આવી છે. સ્પેસ લેબમાં ઇનોવેશન લેબ, થ્રી-ડી ઝોન, રોબોટિક્સ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે.

ઇન-સ્પેસ એટલે કે ઇન્ડિયન સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ખાતે બનેલી લેબમાં સ્ટાર્ટઅપને તક આપવામાં આવશે. ઇનસ્પેસ દ્વારા સ્પેસ સિસ્ટમ ડિઝાઇન લેબના માધ્યમથી ખાનગી ક્ષેત્ર માટે અવકાશના દ્વાર ખોલવામાં આવ્યા છે. સ્ટાર્ટઅપને અવકાશ ક્ષેત્રમાં તક આપવાથી સ્પેસ સેક્ટરનો જીડીપીમાં વર્તમાન ફાળો બે ટકાથી વધારી દસ ટકા કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ Contreversey/ કુમાર વિશ્વાસના માણસોએ સખત માર માર્યો હોવાનો ડોક્ટરનો દાવો, મારપીટનો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચોઃ Jammu Kashmir/ પાકે.ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, BSFનો જવાન શહીદ

આ પણ વાંચોઃ કાર’નામા’/ ગુજરાતમાં ઓક્ટોબરમાં કારનું વેચાણ 34 ટકા વધ્યું