Not Set/ પુણેમાં કોરોનાનાં એટલા વધ્યાં કેસ ભાડે લેવી પડી હોટલ

ભારતમાં હવે કોરોના વાયરસએ એક મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. એક વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી તેના કરતા પણ હવે વધુ ગંભીર પરિસ્થિતિઓ જોવા મળી રહી છે.

Top Stories India
1 142 પુણેમાં કોરોનાનાં એટલા વધ્યાં કેસ ભાડે લેવી પડી હોટલ

ભારતમાં હવે કોરોના વાયરસએ એક મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. એક વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી તેના કરતા પણ હવે વધુ ગંભીર પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1.15 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે, જે આજ સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. એટલું જ નહીં, સક્રિય કેસની સંખ્યા ફરી દસ લાખ થઈ રહ્યા છે. આ વચ્ચે ઘણા રાજ્યમાં હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, પુણેમાં કોરોનાનાં એટલા કેસ સામે આવ્યા કે હવે તેમની સારવાર માટે હોટલ ભાડે લેવી પડી રહી છે.

દિલ્હીમાં માસ્ક ફરજિયાત / દિલ્હી હાઇકોર્ટનો આદેશ, કારમાં એકલા મુસાફરી કરનારા લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત

દેશમાં દિલ્હી અને મુંબઇમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. અહી હોસ્પિટલમાં બેડ્સ ઝડપથી ભરાઇ રહ્યા છે. ત્યારે પુણેની વાત કરીએ તો અહી બેડની વિશાળ અછત જોવા મળી છે. પાછલા 15 દિવસથી દરરોજ ચાર હજારથી વધુ કેસ પુણેમાં આવી રહ્યા છે, આ કિસ્સામાં બેડ ઝડપથી ભરાઇ રહ્યા છે. પુણેની રૂબી હોસ્પિટલ મુજબ કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી છે, તેથી બેડની અછત છે. હોસ્પિટલે ત્રણ હોટલો ભાડે આપી છે, જેમાં કુલ 180 બેડ છે. આ હોસ્પિટલ સિવાય પુણેની સરકારી હોસ્પિટલો અને અન્ય હોસ્પિટલોમાં પણ બેડ ઝડપથી ભરાઈ રહ્યા છે.

Covid-19 / બ્રાઝિલમાં કોવિડ-19 નાં કારણે એક જ દિવસમાં 4 હજારથી વધુ લોકોનાં મોત

આપને જણાવી દઇએ કે, કોરોનાનાં નવા કેસનાં મામલામાં દેશમાં દરરોજ રેકોર્ડ્સ બની અને તૂટી રહ્યા છે. બે દિવસ પહેલા કોરોના એક લાખનો આંકડો ઓળંગી ગયો હતો, હવે બુધવારે આ રેકોર્ડ પણ તૂટી ગયો છે. ભારતમાં આજે કોરોનાનાં 1.15 લાખ નવા કેસ નોંધાયા છે. જે અત્યારનો એક રેકોર્ડ છે. સૌથી વધુ સંકટ મહારાષ્ટ્રમાં છે, જ્યાં 56 હજાર કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં પણ, જ્યાં આશરે 6 મહિના પછી 5 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ બંને રાજ્યો સિવાય યુપી, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટકમાં લાંબા સમય પછી રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ