Not Set/ વડોદરા : નિવૃત્તિના ત્રણ દિવસ પહેલા જ PIએ 1 લાખની માંગી લાંચ,ફસાયા ACB ટ્રેપમાં

વડોદરા શહેરમાં ફરી એક વખત ખાખી બદનામ થઇ છે, શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દિલીપસિંહ કે રાવે રૂપિયા 30,000 ની લાંચ લીધી હતી અને કોન્સ્ટેબલ નિતીનકુમાર પ્રજાપતિએ રૂપિયા 5000ની લાંચ લીધી હતી, એક અરજીમાં સમાધાન બાદ લાંચિયાઓએ 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાના પીઆઇ એસપી. કહારે જણાવ્યું કે એકાઉન્ટ […]

Top Stories
ગુજરાત પોસ્ટ વડોદરા વડોદરા : નિવૃત્તિના ત્રણ દિવસ પહેલા જ PIએ 1 લાખની માંગી લાંચ,ફસાયા ACB ટ્રેપમાં

વડોદરા શહેરમાં ફરી એક વખત ખાખી બદનામ થઇ છે, શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દિલીપસિંહ કે રાવે રૂપિયા 30,000 ની લાંચ લીધી હતી અને કોન્સ્ટેબલ નિતીનકુમાર પ્રજાપતિએ રૂપિયા 5000ની લાંચ લીધી હતી, એક અરજીમાં સમાધાન બાદ લાંચિયાઓએ 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાના પીઆઇ એસપી. કહારે જણાવ્યું કે એકાઉન્ટ મેનેજરે કંપનીનો માલ સગેવગે કરીને ઉચાપત કરી હતી. જેની પોલીસ ફરિયાદ થઇ હતી અને સમાધાન માટે 1 લાખ રૂપિયાની લાંચની રકમ નક્કિ કરાઇ હતી.

ગોત્રી પોલીસ મથકના પીઆઇ દિલીપસિંહ રાવે કંપનીના માલિક અને એકાઉન્ટ મેનેજરને પોલીસ મથકે બોલાવીને સમાધાન કરાવ્યું હતું, જેમાં કુલ 35000 રૂપિયાની રકમ ચુકવી દેવામાં આવી હતી અને બીજી રકમની માંગ કરતા ફરિયાદીએ આ સમગ્ર પ્રકરણમાં એસીબીનો સંપર્ક કરીને લાંચિયા પોલીસકર્મીઓ સામે ફરિયાદ કરી હતી, જેમાં હવે એસીબીએ બંનેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યાં છે. અહી નવાઇની વાત તો એ છે કે પીઆઇ રાવ ત્રણ દિવસમાં જ નિવૃત થવાના હતા અને તેમને આ કાંડ કરી નાખ્યો છે.