Not Set/ દેશની આર્થિક રાજધાની મુંબઈ એક વરસાદ પડતા જ થઇ ઠપ, રસ્તા પર ફસાઇ ઘણી કાર

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વરસાદનાં કારણે લોકોને ભારે મુસિબતનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં મેઘરાજાએ મેઘ વરસાવી દીધી છે. ત્યારે આજે સવારે શુક્રવારે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તે જતા લોકોને ઘણી તકલીફો પડી રહી છે. જો કે વરસાદની શરૂઆતથી લોકોએ ગરમીથી રાહત મેળવી છે પરંતુ હવે તેમના માટે એક મોટી […]

Top Stories India
WhatsApp Image 2019 06 28 at 1.27.50 PM દેશની આર્થિક રાજધાની મુંબઈ એક વરસાદ પડતા જ થઇ ઠપ, રસ્તા પર ફસાઇ ઘણી કાર

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વરસાદનાં કારણે લોકોને ભારે મુસિબતનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં મેઘરાજાએ મેઘ વરસાવી દીધી છે. ત્યારે આજે સવારે શુક્રવારે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તે જતા લોકોને ઘણી તકલીફો પડી રહી છે. જો કે વરસાદની શરૂઆતથી લોકોએ ગરમીથી રાહત મેળવી છે પરંતુ હવે તેમના માટે એક મોટી મુસિબત પણ ઉભી થઇ ગઇ છે.

gdgdfgdf દેશની આર્થિક રાજધાની મુંબઈ એક વરસાદ પડતા જ થઇ ઠપ, રસ્તા પર ફસાઇ ઘણી કાર

મુંબઈમાં ભારે વરસાદનાં કારણે ઘણા વિસ્તારોમાં જગ્યા-જગ્યાએ પાણી ભરાઇ ગયા છે. આજે સવારની વાત કરીએ તો અહી વરસાદનાં કારણે ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો. જેના કારણે ઓફિસ જતા લોકોને ઘણી તકલીફો પડી હતી. જો કે રાહતની વાત એ છે કે મુંબઈની લાઇફલાઇન કહેવાતી લોકલ પર આ વરસાદની અસર પડી નથી. પરંતુ લોકલમાં મુસાફરી કરનાર હેરાન જરૂર થઇ રહ્યા છે.

હવામાનની જાણકારી આપતી પ્રાઇવેટ એજન્સી સ્કાઈમેટે આ પહેલા જ મુંબઈમાં ભારે વરસાદની આશંકા હોવાનુ જણાવ્યુ હતુ. સ્કાઈમેટ મુજબ, મુંબઈમાં આવતા 48 કલાકોમાં 100 mm સુધી વરસાદ પડી શકે છે. એજન્સીએ મુંબઈ સિવાય અલીબાગ, કોલ્હાપુર, નાગપુર, પુણે, પાલઘર, રાયગઢ અને ઢાણે માં પણ ભારે વરસાદનો અનુમાન લગાવ્યો છે. વાતાવરણનાં મીઝાજને જોતા બીએમસી પણ પોતાની તૈયારીઓમાં લાગી ગઇ છે. આ સાથે દરેક વોર્ડ માટે એક ટ્વીટર હેડલ બનાવવામાં આવ્યુ છે, જેના પર લોકો પોતાના વિસ્તારથી જોડાયેલી સમસ્યા બતાવી શકે છે.

મુંબઈમાં ઝડપી વરસાદનાં કારણે તાપમાન 27 ડિગ્રી પર પહોચી ગયુ છે. વળી દેશનાં અન્ય રાજ્યોની વાત કરીએ તો દિલ્હીમાં જુલાઈનાં પહેલા અઠવાડિયામાં મોનસૂનની પહોચવાની સંભાવનાઓ છે. તદઉપરાંત પશ્ચિમ બંગાળ, મેઘાલય, સિક્કિમ ગોવા, કેરળ, કર્નાટક, બિહાર, અરુણાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આવનારા સમયમાં વરસાદ લોકોને ગરમીથી રાહત માત્ર આપશે કે પછી ભારે તોફાન ઉભુ કરશે તે હવે જોવાનું રહેશે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.