Politics/ કર્ણાટકના રાજકારણને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કરી આ માંગ

યેદીયુરપ્પાએ ગઈકાલે વડા પ્રધાનને પણ મળ્યા હતા. તેમ છતાં તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે રાજીનામું આપ્યું નથી…

Top Stories India
A 293 કર્ણાટકના રાજકારણને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કરી આ માંગ

કર્ણાટકના રાજકારણને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યના સીએમ બીએસ યેદિયુરપ્પાએ રાજીનામું આપવાની ઓફર કરી છે. જો સૂત્રોની વાત માનીએ તો યેદિયુરપ્પાએ ખરાબ તબિયતનું કારણ આપીને રાજીનામું આપવાની ઓફર કરી છે.

આ જ અરસામાં મુખ્યમંત્રી યેદિયુરપ્પા આ સમયે ભાજપના વડા જેપી નડ્ડાને મળવા પહોંચ્યા છે. યેદીયુરપ્પાએ ગઈકાલે વડા પ્રધાનને પણ મળ્યા હતા. તેમ છતાં તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે રાજીનામું આપ્યું નથી, પરંતુ તેઓ ઓગસ્ટમાં ફરીથી દિલ્હી આવશે. રાજીનામાના સમાચાર એકદમ ખોટા છે. તેમણે એમ કહીને રાજીનામા અંગેની અટકળોને ફગાવી દીધી હતી કે તેમાં કોઈ સત્ય નથી.

આગામી ચહેરો પસંદ ન થાય ત્યાં સુધી યેદિયુરપ્પા ખુરશી પર રહેશે!

શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે લગભગ 20 મિનિટની બેઠક બાદ મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાએ પત્રકારોને જણાવ્યું હતું કે, તેમણે મેકેદાતુ ડેમ પ્રોજેક્ટ સહિત રાજ્યમાં બાકી રહેલા વિકાસ પ્રોજેક્ટ્સના વહેલા અમલીકરણ માટે વડા પ્રધાનને વિનંતી કરી છે. આ ઉપરાંત તેમને કહ્યું કે, “મેં વડા પ્રધાનને રાજ્યના કેટલાક વિકાસ કામો વહેલી તકે અમલમાં મૂકવા વિનંતી કરી છે. તેઓ તેમાં સંમત થયા છે,”

જ્યારે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન વિશે પૂછવામાં આવ્યું ત્યારે મુખ્યમંત્રીએ સીધો જવાબ આપ્યો ન હતો. તેમણે હસીને પત્રકારોને કહ્યું, “હું જાણતો નથી. તમે મને કહો. “જો કે, આજે તેમણે મીડિયામાં ચાલી રહેલા રાજીનામાની અટકળોને નકારી કાઢી હતી.

જો કે નિષ્ણાતો કહે છે કે, એકવાર રાજ્યમાં ભાજપનો નવો ચહેરો પસંદ થઈ જાય, ત્યારે બીએસ યેદિયુરપ્પા રાજીનામું આપી શકે છે. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં રાજીનામાંની પ્રચલિત છે અને આવી સ્થિતિમાં વડા પ્રધાન અને કેન્દ્રીય નેતાઓને મળવા માટે તેમના દિલ્હી પહોંચવાથી આ અટકળોમાં વધારો થયો છે.

યેદિયુરપ્પા પર ભાજપના બળવાખોરોએ હુમલો કર્યો

કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કેટલાક બળવાખોર નેતાઓ મુખ્યમંત્રી અને તેમના પરિવાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે અને તેના કારણે પાર્ટી પણ કલંકિત થઈ રહી છે. પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ આવા નેતાઓને ચેતવણી આપી છે, પરંતુ આ હોવા છતાં, આ વલણ ચાલુ જ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીનો બીજો એક જૂથ યેદિયુરપ્પાની ઉંમરને ટાંકીને 2023 ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં મુખ્ય પ્રધાનની બદલીની માંગ કરી રહ્યું છે.