Not Set/ જમ્મુ-કાશ્મીર: બોર્ડર પર બનાવવામાં આવશે સુરક્ષિત “સીમા ભવન”

જમ્મુ-કાશ્મીર, નિયત્રણ રેખા પાસે સીમા ભવનના નિર્માણ માટે પુંચ અને રાજોરી જીલ્લાના અધિકારીઓએ જમીન અધિગ્રહણની પ્રક્રિયામાં આવી રહેલી મુશ્કેલીઓને દુર કરવા માટે અલગ-અલગ બેઠક બોલાવી છે. નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાની ગોળીબારના કારણે સીમારેખા નજીકના ગામના નિવાસીઓને પોતાનું ઘર છોડવા માટે મજબુર થવું પડે છે. આ સીમા ભવન એવા લોકોને આવાસ ઉપલબ્ધ કરાવશે. એક અધિકારીક પ્રવક્તાએ […]

Top Stories India
army bsf 759 જમ્મુ-કાશ્મીર: બોર્ડર પર બનાવવામાં આવશે સુરક્ષિત "સીમા ભવન"

જમ્મુ-કાશ્મીર,

નિયત્રણ રેખા પાસે સીમા ભવનના નિર્માણ માટે પુંચ અને રાજોરી જીલ્લાના અધિકારીઓએ જમીન અધિગ્રહણની પ્રક્રિયામાં આવી રહેલી મુશ્કેલીઓને દુર કરવા માટે અલગ-અલગ બેઠક બોલાવી છે. નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાની ગોળીબારના કારણે સીમારેખા નજીકના ગામના નિવાસીઓને પોતાનું ઘર છોડવા માટે મજબુર થવું પડે છે. આ સીમા ભવન એવા લોકોને આવાસ ઉપલબ્ધ કરાવશે.

02 01 2018 pulwamaattack જમ્મુ-કાશ્મીર: બોર્ડર પર બનાવવામાં આવશે સુરક્ષિત "સીમા ભવન"

એક અધિકારીક પ્રવક્તાએ જણાવ્યું રાજોરી જીલ્લાના એડીશનલ ડેવલપમેન્ટ કમિશ્નર એ એસ ચીબે પણ સીમા ભવનો માટે જમીન નિર્ધારણને અંતિમ રૂપ આપવાનું તથા બંકરોના નિર્માણ માટે પીડબલ્યુડી દ્વારા શરુ કરવામાં આવેલી પ્રક્રિયાની સમીક્ષા કરી હતી.

bunker 1515329081 1527420 જમ્મુ-કાશ્મીર: બોર્ડર પર બનાવવામાં આવશે સુરક્ષિત "સીમા ભવન"

જીલ્લા પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે 15 કાનલ, 25 કાનલ અને 35 કાનલ માપ વાળી જમીનને સીમા ભાવનોના નિર્માણ માટે ક્રમશ: 1000, 2500 અને 5000 લોકોને પ્રવાસન અથવા કોઈ દુર્ઘટના સમયે સમાવવા નિર્ધારિત કરવામાં આવ્યા છે.

5100થી પણ વધારે વ્યક્તિગત બંકરો અને 361થી વધુ સામુદાયિક બંકરો માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. પરંતુ ઊંચા દરને ધ્યાનમાં રાખીને આ બાબત જમ્મુના વિભાગીય કમિશ્નર સામે રાખવામાં આવી છે. જેથી નિર્ધારિત સમયની અંદર કામોને પુરા કરવા માટે વૈકલ્પિક ઉપાયો કરી શકાય.

ssb2 જમ્મુ-કાશ્મીર: બોર્ડર પર બનાવવામાં આવશે સુરક્ષિત "સીમા ભવન"

ઉલ્લેખનીય છે કે જીલ્લા વહીવટીતંત્રે નૌશેરામાં 102 વ્યક્તિગત બંકરો અને 10 સામુદાયિક બંકરોને કેપીએક્સ અને મનરેગાના સંસાધનો હેઠળ પાયલોટ પ્રોજેક્ટ તરીકે નિર્માણ કર્યું છે. 102 વ્યક્તિગત બંકર્સ માર્ચ 2018માં પરિવારોને સોંપી દેવામાં આવ્યા હતા. જયારે 10 સામુદાયિક બંકર્સ પૂર્ણ થઇ રહ્યા છે.