Not Set/ RBI એ કર્યો મોટો નિર્ણય, નવા વર્ષમાં આવશે આ ખાસિયત સાથે નવી નોટ

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ગર્વનર તરીકેનો કાર્યભાર તાજેતરમાં સંભાળનાર શક્તિકાંત દાસના સમય અવધિ દરમિયાનમાં  કરન્સીને લઇને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આગામી ટૂંક સમયમાં જ રૂપિયા 20 ની નવી ચલણી નોટ રજૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ નવી ચલણી નોટમાં […]

Top Stories India Trending Business
RBI Introduce New Rs. 20 Bank note soon

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ગર્વનર તરીકેનો કાર્યભાર તાજેતરમાં સંભાળનાર શક્તિકાંત દાસના સમય અવધિ દરમિયાનમાં  કરન્સીને લઇને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આગામી ટૂંક સમયમાં જ રૂપિયા 20 ની નવી ચલણી નોટ રજૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ નવી ચલણી નોટમાં હાલમાં ચલણમાં 20 રૂપિયાની નોટના કરતા થોડું અલગ ફીચર હશે. એટલે કે આગામી નવા વર્ષમાં તમારા હાથમાં 20 રૂપિયાની નવી નોટ હશે.

ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર કેંદ્રીય બેંક RBI ના એક ડોક્યુમેંટમાં આ જાણકારી આપવામાં આવી છે. નવી નોટ જાહેર થતાં જૂની નોટ પણ ચલણમાં રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તમને જણાવી દઇએ કે 10, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટને પહેલાં જ નવા રંગ રૂપમાં રજૂ કરવામાં આવી છે.

નવેમ્બર 2016થી નવા લુકમાં નોટ મહાત્મા ગાંધી (ન્યૂ)સીરીઝ હેઠળ જાહેર કરવામાં આવે છે. આ નોટ પહેલાં જાહેર કરેલી નોટોની તુલનામાં અલગ આકાર અને ડિઝાઇનની છે.

આરબીઆઇના ડેટા અનુસાર 31 માર્ચ 2016 સુધી 20 રૂપિયાની નોટોની સંખ્યા 4.92 અરબ હતી. જે માર્ચ 2018 સુધી 10 અરબ થઇ ગઇ. આ ચલણમાં હાલ કુલ નોટોની સંખ્યા 9.8 ટકા છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા ગર્વનર શક્તિકાંત દાસના કાર્યકાળમાં કરન્સીને લઇને આ મોટો નિર્ણય થઇ શકે છે. તમને જણાવી દઇએ કે શક્તિકાંત દાસે તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર પદને સંભાળ્યું છે.

આ પહેલાં ઉર્જિત પટેલ ગવર્નર હત અને તેમનો કાર્યકાળ પુરો થતાં પહેલાં જ રિઝર્વ બેંક ઈન્ડિયાના 24મા ગર્વનર પદેથી રાજીનામું આપીને બધાને આશ્વર્યચકિત કરી દીધા. જોકે તેમણે તેની પાછળ વ્યક્તિગત કારણોનો હવાલો આપ્યો છે.