Not Set/ કોરોનાના કહેર વચ્ચે સ્કૂલ , શિક્ષણ અને બાળકોના ઘડતર અંગે  શું કહે છે શિક્ષણવિદ મુક્તક કાપડિયા, આવો જાણીએ

રફ્તા રફ્તા ખતમ કર દૂંગા એ અંધેરો કા  વજૂદ … હર કદમ પર રોશની કી બાત કરતા જાઉંગા, જિંદાદિલ હું , જિંદાદિલી કી બાત કરતા જાઉંગા આ ગયા હું તો ખુશી કી બાત  કરતા જાઉંગા.. જેવા શબ્દો આ ઘોર ઉદાસીનના સમયમાં કદાચ મલમ નું કામ કરી જાય. કેમ કે જેના હોસલા બુલંદ હોય છે તેમને […]

Ahmedabad Gujarat
1e36f00b783ca1f62e0e9df08f5b1710 કોરોનાના કહેર વચ્ચે સ્કૂલ , શિક્ષણ અને બાળકોના ઘડતર અંગે  શું કહે છે શિક્ષણવિદ મુક્તક કાપડિયા, આવો જાણીએ
1e36f00b783ca1f62e0e9df08f5b1710 કોરોનાના કહેર વચ્ચે સ્કૂલ , શિક્ષણ અને બાળકોના ઘડતર અંગે  શું કહે છે શિક્ષણવિદ મુક્તક કાપડિયા, આવો જાણીએ

રફ્તા રફ્તા ખતમ કર દૂંગા એ અંધેરો કા  વજૂદ …

હર કદમ પર રોશની કી બાત કરતા જાઉંગા,

જિંદાદિલ હું , જિંદાદિલી કી બાત કરતા જાઉંગા

આ ગયા હું તો ખુશી કી બાત  કરતા જાઉંગા..

જેવા શબ્દો આ ઘોર ઉદાસીનના સમયમાં કદાચ મલમ નું કામ કરી જાય. કેમ કે જેના હોસલા બુલંદ હોય છે તેમને કોઈ ડર હરાવી શકતો નથી. તેમાં પણ આ તેવા લોકો હોય કે, જેમના માથે સમાજના ઘડતરની જવાબદારી હોય, ત્યારે તેમના શબ્દો સાચે ન રોશની ફેલાવવાનું જ કામ કરે…જી, હા લોકડાઉન 4 અસલમાં કેટલીય છૂટછાટો લઈને આવ્યું છે.સન્નાટો વેરતા બઝારોમાં ફરી ચહલ -પહલ લોકોમાં લાંબા સમય બાદ એક ખુશીઓ લઈને આવી છે. ત્યારે આજે મોટાભાગે ઘણી બધી દુકાનો ખુલી છે. બસો પણ દોડવાની છે , પાનના ગલ્લે ફરી પંચાત જામવાની છે. ત્યારે બીજી તરફ મેં મહિનો પણ અડધા ઉપર પૂરો થયો છે. અને હવે ખાસ તો પેરેન્ટ્સ પોતાના વ્હાલસોયાની સ્કૂલ્સ, કોલેજીસ અને ક્લાસીસ માટે વિચારતા થયા છે…કેમ કે, મોલ્સ ના ખુલે, સિનેમા ઘર ફરી ના શરુ થાય તો ચાલે પરંતુ સ્કૂલો અને ભણતર માટેની ચિંતા તે આખો નોખો અને બધા જ માટે ચિંતાનો વષય છે.

ત્યારે આ પેચીદી સ્થિતિમાં આમ તો ઘણી ખરી સ્કૂલો એ માર્ચ થી જ લગભગ ઓનલાઇન ક્લાસ ચાલુ કરી દીધા છે, પરંતુ આ એક ટેમ્પરરી ફેસેલિટી છે. વળી આપણે આ પ્રકારની વ્યવસ્થાથી ટેવાયા પણ નથી. ત્યારે આ સ્થિતિમાં બાળકોના ભવિષ્યને  અને શિક્ષણ ને લઈને શું કરી શકાય કે કરવામાં આવે છે, તે અંગે આપણે  ધ એચબી કાપડિયા ન્યુ હાઈ સ્કૂલના મેનજિંગ ટ્રસ્ટી મુક્તક કાપડિયા સાથે ખાસ વાત કરી આ અંગે માહિતી મેળવીયે તો,  

પ્રશ્ર્ન : સર લોકડાઉન તબક્કાવાર ખુલી રહ્યું છે, અને આમ તો જૂન માં સામાન્યપણે સ્કૂલો શરુ થાય  છે, ત્યારે આ  સ્થિતિમાં સ્કૂલો ક્યાં સુધીમાં શરુ કરી શકાય તે અંગે આપ કઈ કહી શકો છો ?

–  પ્રથમ તો સરકાર, તંત્ર, પોલીસ , સરકારી કર્મચારીઓ તેમ તમામે ખુબ જ સરાહનીય અને સુંદર કામગીરી આ સમયમાં કરી છે. કોરોના અંગે કોઈ જ પ્રકારની આગાહી  કે કંઈપણ કહેવું પ્રિમેચ્યોર ગણાય. ત્યારે બાળકોની સલામતી અને સુરક્ષાને લઈને સરકાર જે પણ નિર્ણય કરશે તે યોગ્ય જ હશે. અને તે જ મુજબ સ્કૂલ શરુ કરાશે.

પ્રશ્ન : પરંતુ સ્કૂલમાં જ સૌથી વધુ માત્રામાં ક્રાઉડ હોય છે, ત્યારે શું સોશ્યલ ડિસ્ટર્ન્સિંગ જળવાય ?

  • આ માટે ઉપર કહ્યું તેમ સરકારી ગાઇડલાઇન મુજબવર્તવામાં આવશે. અત્યાર સુધી આ કઠિન સ્થિતિમાં સારા નિર્ણયો લેવાયા છે. તો બાળકોના ભવિષ્ય અને સલામતી માટે પણ સારા નિર્ણય લેવાશે જ..

પ્રશ્ર્ન : અને અગર  સ્કૂલ ખોલવામાં આવશે તો, આ અંગે સલામતીને ધ્યાનમાં લઈને શું વ્યવસ્થા કરવામાં આવશે ?

  • આ માટે ગાઇડલાઇન છે જ…તે મુજબ માસ્ક, સૅનેટાઇઝર, ડિસ્ટન્સ જેવી બાબતોનું ચુસ્ત પાલન કરાશે જ .. અને અંગર કેસીસ ની સંખ્યા ઘટશે તો પણ સ્કૂલ સંપૂર્ણ સેફટી અને ચુસ્ત  નીતિ-નિયમો ના  કડક પાલન સાથે જ ખોલવામાં આવશે..

 પ્રશ્ર્ન : આ સ્થિતિ લંબાય તો આપને લાગે છે કે, શિક્ષણ  વ્યવસ્થામાં બદલાવ લાવવો પડશે ?

  • અમે તો ક્યારનું ઓનલાઇન ટીચિંગ ચાલુ કરી દીધું છે. ઓનલાઇન પરીક્ષાઓ પણ લેવાઈ છે. અને વેકેશન દરમ્યાન પણ અમે બાળકો પર લોડ ના પડે તે પ્રકારે શિક્ષણ આપવાનું ચાલુ રખાયું છે..

પ્રશ્ર્ન : આ સ્થિતિમાં ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થાને કેટલું પ્રોત્સાહન આપવું જોઈએ? અને શું તેવું બનશે કે કોરોના થોડા સમય સુધી સમુચી શિક્ષણ વ્યવસ્થા જ બદલી નાખે?

  • અત્યારે તો આ સ્થિતિ  પર નિર્ભર રહેવું જ રહ્યું. બાળકોને લાંબા સમય સુધી  અભ્યાસ થી દૂર રાખવાથી તેમનું માઈન્ડસેટ બદલાય છે. તેથી જ્યાં સુધી આ સ્થિતિ પર કંટ્રોલ ના આવે ત્યાં સુધી તો આ પ્રમાણે ચલાવવું જ જોઈશે. અમે પરીક્ષાઓ ઓનલાઇન લીધી છે, ટીચિંગ ઓનલાઇન આપી રહ્યા છીએ. અને સ્ટ્રેસ બુસ્ટર પણ ઓનલાઇન આપ્યા છે.

પ્રશ્ર્ન : અત્યારની સ્થિતિમાં બાળકો એક્પ્રકારની કેદ અને બીજી બાજુ નકારત્મક વાતાવરણ વચ્ચે જયારે જીવી રહ્યા છે, ત્યારે તેઓ શું માનસિક તાણ નો શિકાર ના બની શકે ?

  • ચોક્કસ કેમ કે ચોતરફ કોરોના..કોરોના અને તેના વધતા આંકડાઓની જ વાત છે, ત્યારે આ વાતાવરણમાં અમે અમારા બાળકો અને બાળકો જ નહિ પરંતુ પેરેન્ટ્સ અને અન્ય કોઈ  લોકો પણ એક ક્રિએટિવ કે રચનાત્મ્કતા સાથે જોડયા છે. અને તે માટે અમે ફક્ત અભ્યાસ ને બદલે એચબીકે ના બાળકો માટે એફબી, યુ ટ્યુબ અને અન્ય સોશિઅલ મીડિયા પર એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ શરુ કર્યા છે. આ માટે અમે મલ્હાર ઠાકર, અશિસ કૌર , ઐશ્વર્યા મજમુદાર, અનિકેત ખાંડેકર , પ્રથા ખાંડેકર,   અને ધુવીશ શાહ ના લાઈવ પ્રોગ્રામ કર્યા.  અને  2, 61 000 જેટલા લોકોએ  આ કાર્યક્રમને માણ્યો છે. ત્યારે તમે વિચારી શકો છો કે તેને કેટલો પ્રતિસાદ મળ્યો છે..

પ્રશ્ન : મતલબ કે આપ ની સ્કૂલે આ કઠિન સમય દરમ્યાન બાળકો સહીત લોકોને પણ મનોરંજન પીરસ્યું છે… પરંતુ આ સમય કૈક વધુ જ ઓકવર્ડ છે, તો સ્કૂલો  તેમના બાળકોને આ અઘરા સમયમાં શું મદદ કરી શકે ?

–  યાદ રહે કે અમે, આ સમય માં ખાસ તો સકારત્મક, હકારાત્મક અને રચનાત્મક પ્રવૃતિઓ પર ખાસ ભાર મુક્યો છે જે, મુજબ ,

1. કાઉન્સેલિંગ કરવાવવું। ( દરેક બાળકને ઘરે ઘરે ફોન કરાવ્યા છે )

2. ઓનલાઇન ટીચિંગ

3. બાપોર પછી કવીઝ, કોમ્પિટિશન, ગેમ જેવા ટાઈમ પાસ ના પ્રોગ્રામ અને સાંજે હળવા મ્યુઝિક કાર્યક્રમો ગોઠવીને ત્રિપાંખિયાઓ જંગ લડ્યા છીએ. 

ત્યારે આપ લોકો જોઈ શકો છો કે અમે ફક્ત   અભ્યાસ પર જ ધ્યાન નથી આપ્યું. બાળકોથી લઇ મોટાઓ સુધીમાં આ હાકરાત્મક, સકારત્મક અને  રચનાત્મકતા વધે તેવા સુચારુ પ્રયાસો આદર્યા છે.

પ્રશ્ન :  સર આ સ્થિતિ લંબાઈ છે અને હવે નું વાતાવરણ જ્યાં વધુ પડતું નકારત્મક છે ત્યારે સ્કૂલો માં એક સાયકોલોજીકલ થેરાપી કે કાઉનેસિલિંગ આપવા માટેની  પણ કમ્પલસરી  વ્યવસ્થા આવરી લેવાય ?

  • જી, હા આ બાબત હવે જરૂરી બની છે. અને અમે તો આમ પણ બાળકો દરેક બાબતમાં સ્ટ્રોંગ બને, કોઈપણ સ્થિતિમાં પહોંચી વળે તે પ્રકારના સોલિડ બનાવવા પર ભાર મુકીયે જ છીએ. અને પ્રાર્થના માં પણ આ બાબતનો સમાવેશ હોય જ છે..જેમ કે.. ઇતની શક્તિ હમે દેના દાતા મન કે વિશ્વાસ કમજોર હો ના…તેમજ તે બાબત પર પણ ભાર મુકવામાં આવે છે કે, માણસ વાસ્તવિકતા કરતા ભય થી વધુ હારે છે ત્યારે મક્કમ રહો…મજબૂત રહો..અને કર્મશીલ રહો..

 પ્રશ્ર્ન : બીજું કે, આપણે લાગે કે છે કે, અભ્યાસને વધુ જમીની બનાવવા તેને સ્કિલ બેઝડ વધુ બનાવવો જોઈએ?

  • ચોક્કસ કોઈપણ બાળકને ગોખણીયા જ્ઞાન કે સીમિત જ્ઞાન ના બદલે જીવનમાં ઉપયોગી નીવડે તેવું પ્રેક્ટિકલ નોલેજ ખાસ આપવું જોઈએ.કોઈપણ વિષયનું હાઈટેક નોલેજ રોજગારી માટે ખાસ કામ માં આવી શકે. તેમજ આ પ્રકારે તૈયાર થતા વિધાર્થીઓ જીવનમાં ક્યાંય પાછા ના પડે. તેથી આ બાબત પર અમે ભાર મૂકી તેને અમલમાં પણ ખુબ ઝડપી મુકીશું.

પ્રશ્ન : બાળકોને આ સ્થિતિમાં ખાસ સંદેશ આપવા માંગશો ?

  • બાળકો એ પોતાને માટે પ્રાર્થના કરવાની છે કે વિચારવાનું છે ,

તું પંખ  લે લે ,

ઓર મુજે સિર્ફ હોસલા દે દે ..

ફિર આંધીયો કો મેરા નામ ઓર પતા દે દે। ..

મુજે સિર્ફ હોસલા દે દે…

અને આખરે આપ પેરેન્ટ્સ ને કોઈ મેસેજ આપવા માંગશો ?

હા….એટલો જ કે આમારા બાળકો નું અત્યારની સ્થિતિ માં વધારે ધ્યાન આપો..

તો આ હતી એચબીકે સ્કૂલ ઓફ ગ્રુપના મુક્તક કાપડિયા સાથેની કોરોના સ્થિતિ અંગે સ્કૂલો બાળકો અને  અભ્યાસ અંગે ની ખાસ વાત ચીત.. કે જેમાં સકારાત્મકતા, હકારત્મક્તા અને રચનાત્મકતા પર તેમણે જીવનમાં વધુ ભાર મુકવા જણાવ્યું છે. બાળક સ્વાવલંબીની સાથે સાથે મજબૂત આત્મવિશ્વશુ અને કોઈપણ પ્રકારની  કઠિન સ્થિતિને  પણ તેઓ ઈઝીલી  ટેકલ કરી શકે તેવી બાબતો પર ભાર મુક્યો છે. જે આજના સમયની માંગ છે. ત્યારે ફક્ત અભ્યાસ  પર જ ધ્યાન કેન્દ્રિત કરતા પેરેન્ટ્સ પણ તેમના બાળકોનું ઘડતર આ પ્રમાણે કરે તે ઇચ્છનીય છે. કેમ કે નેગેટિવિટી વચ્ચે જીવવા આ સૂત્રો ખુબ મદદગાર સાબિત થાય છે…   

@ કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કોલમથી………

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.