Not Set/ ભાવનગરમાંથી ફરી ડુપ્લીકેટ નોટો બનાવતું કારખાનું ઝડપાયું

ભાવનગર એસ.ઓ.જીએ શહેરના કુમુદવાડી વિસ્તારમાં સોપારીનો વેપાર કરતો એક ઇસમને ત્યાર દરોડા પાડી નકલી નોટના કાળા કૌભાંડનો પ્રદફાશ કર્યો હતો. એસ.ઓ.જીએ 2000, 500 અને 200 અને 100 ના દરની નકલી નોટો ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પર રેડ દરમિયાન નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવામાં આવતું કલર પ્રિન્ટર, કાગળો,કાતર સહિતનો મુદ્દામાલ રૂ.17000 નો જપ્ત કર્યો […]

Top Stories Gujarat Others
Modi government wanted to bring '' Shukan '' currency notes of 11 and 21 rupees

ભાવનગર એસ.ઓ.જીએ શહેરના કુમુદવાડી વિસ્તારમાં સોપારીનો વેપાર કરતો એક ઇસમને ત્યાર દરોડા પાડી નકલી નોટના કાળા કૌભાંડનો પ્રદફાશ કર્યો હતો. એસ.ઓ.જીએ 2000, 500 અને 200 અને 100 ના દરની નકલી નોટો ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પર રેડ દરમિયાન નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવામાં આવતું કલર પ્રિન્ટર, કાગળો,કાતર સહિતનો મુદ્દામાલ રૂ.17000 નો જપ્ત કર્યો હતો, તેમજ ભારતીય ચલણની રૂપિયા 2000, 500, 200 અને100ની નકલી નોટો મળી આવી હતી.

bvn21 ભાવનગરમાંથી ફરી ડુપ્લીકેટ નોટો બનાવતું કારખાનું ઝડપાયું

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ભાવનગર પંથકમાંથી બનાવતી નોટોના અનેક કારખાનાઓ ઝડપાઈ ચુક્યા છે તેમજ તાજેતરમાં સુરતમાં પણ નકલી નોટ કૌભાંડમાં ભાવનગરનો એક ઇસમ ઝડપાયો હતો, ત્યારે ભાવનગરમાં અર્થતંત્રને લુણો લગાડતા આવા કેટલા લોકો હજુ છે તે તપાસનો વિષય છે અને નજીવી કિમતની મશીનરી દ્વારા આવી નકલી નોટો છપાઈ રહી છે તે પણ ચિંતા નો વિષય છે.

bvn1 ભાવનગરમાંથી ફરી ડુપ્લીકેટ નોટો બનાવતું કારખાનું ઝડપાયું

ભાવનગર ના કુમુદવાડી વિસ્તારમાં મોબાઈલ એસેસરીઝ અને સોપારીનો વેપાર કરતા જીગ્નેશ ધીંગાણી નામના ઇસમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભારતીય અર્થતંત્રની રીડ સમાન નકલી ચલણી નોટો છાપતો હતો ત્યારે આ બાબતે ભાવનગર એસઓજી ને બાતમી મળતા એસઓજી દ્વારા આ ઇસમને 56700 ની નકલી નોટો સાથે ઝડપી પાડ્યો હતો, પોલીસ દ્રારા કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર કૌભાંડ આરોપી દ્વારા જુગારમાં રમવામાં ઉપયોગમાં લેવામાં આવતી હતી તેવી જાણવા મળી રહ્યું છે, જો કે પોલીસે અ બાબતને તપાસનો વિષય જણાવ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.