AUS VS IND/ બોક્સિંગ ડે ટેસ્ટમાં પરત નહી ફરે ડેવિડ વોર્નર

ભારત અને ઔસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરે (બોક્સિંગ ડે) મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચાર ટેસ્ટ બોર્ડર-ગાવસ્કર શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમાવાની છે. ઔસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર સત્તાવાર રીતે ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે…..

Top Stories Sports
test બોક્સિંગ ડે ટેસ્ટમાં પરત નહી ફરે ડેવિડ વોર્નર

ભારત અને ઔસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરે (બોક્સિંગ ડે) મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચાર ટેસ્ટ બોર્ડર-ગાવસ્કર શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમાવાની છે. ઔસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર સત્તાવાર રીતે ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. વોર્નર ગ્રોઇન ઈજાથી સ્વસ્થ થઈ રહ્યા છે. સીન એબટ તેમની નોંધપાત્ર ઈજાથી સ્વસ્થ થઈ ગયા છે, પરંતુ તે પણ મેલબોર્ન ટેસ્ટમાં ભાગ લઈ શકશે નહીં.

Cricket, Australia, Australia vs India, Test series, Boxing Day Test, David  Warner, COVID-19, border closure, NSW, Victoria, Northern Beaches | Fox  Sports

વોર્નર અને એબટને ગયા અઠવાડિયે સિડનીથી વિમાનમાં લાવવામાં આવ્યા હતા અને મેલબોર્ન પહોંચ્યા હતા. કોવિડ -19 રોગચાળાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સિડનીમાં આ પગલું લેવામાં આવ્યું હતું. આ બંને ખેલાડીઓ ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરી શકે છે. ત્રીજી ટેસ્ટ મેચ 7 જાન્યુઆરીથી રમાવાની છે. ભારત સામે વન ડે આંતરરાષ્ટ્રીય શ્રેણી દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે વોર્નરને ગ્રોઇનની ઈજા થઈ હતી.

Cricket: David Warner triple century, Steve Smith, ball tampering,  Australia Test team | Fox Sports

બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડમાં રમાઇ હતી, જેમાં ઔસ્ટ્રેલિયાએ 8 વિકેટે જીત મેળવી 1-0થી લીડ મેળવી લીધી હતી. તે મેચમાં ભારતીય ટીમ બીજી ઇનિંગમાં માત્ર 36 રન જ બનાવી શકી હતી. ભારત વિશે વાત કરીએ તો કેપ્ટન વિરાટ કોહલી પૈટરનિટી લીવ પર ઘરે પરત ફર્યો છે અને બાકીની ત્રણ ટેસ્ટમાં અજિંક્ય રહાણે ટીમનો હવાલો સંભાળશે. પ્રથમ ટેસ્ટમાં ઇજાગ્રસ્ત થયા બાદ ઝડપી બોલર મોહમ્મદ શમીને પણ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરી દેવાયો છે.

Cricket / IPL 2021 માં જાણો કેટલી ટીમો લેશે ભાગ, ક્યારે થશે નિર્ણય!…

Cricket / CSK નાં આ પૂર્વ ખેલાડીએ ક્રિકેટનાં દરેક ફોર્મેટમાંથી લીધો સં…

Cricket / સર ડોન બ્રેડમેનની ડેબ્યૂ ટેસ્ટ કેપ આટલા કરોડમાં વેચાઇ, ભાવ ત…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો