કર્ણાટક/ વિધાર્થીઓની બેગમાંથી કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓ મળી આવતા ખળભળાટ

કર્ણાટકની રાજધાની બેંગલુરુની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની બેગમાંથી કોન્ડોમ, ગર્ભનિરોધક ગોળીઓ અને સિગારેટ જેવી વાંધાજનક વસ્તુઓ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો

Top Stories India
 A condom

 A condom : કર્ણાટકની રાજધાની બેંગલુરુની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની બેગમાંથી કોન્ડોમ, ગર્ભનિરોધક ગોળીઓ અને સિગારેટ જેવી વાંધાજનક વસ્તુઓ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. શાળાઓમાં ઓચિંતી તપાસ દરમિયાન, અધિકારીઓને બાળકોની બેગમાંથી સેલ ફોન, કોન્ડોમ, ગર્ભનિરોધક ગોળીઓ, લાઇટર, સિગારેટ, વ્હાઇટનર અને રોકડ મળી આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેંગલુરુની કેટલીક સ્કૂલોના મેનેજમેન્ટને બાળકોની બેગમાં કોન્ડોમ, ગર્ભનિરોધક ગોળીઓ અને સિગારેટ જેવી વસ્તુઓ મળી આવી હતી. મોબાઈલ ફોનના ઉપયોગની ફરિયાદો મળ્યા બાદ શાળાઓમાં બાળકોની બેગની ઓચિંતી તપાસ કરવામાં આવી હતી, જે દરમિયાન આ બાબતોનો મામલો સામે આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર 8મા, 9મા અને 10મા ધોરણના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાં રોકડ અને સેલફોન પણ જોવા મળ્યા હતા. આ ઘટના પછી, કર્ણાટકમાં એસોસિએટેડ મેનેજમેન્ટ ઑફ સ્કૂલ્સ (કેએએમએસ) એ શહેરની શાળાઓને નિયમિતપણે બાળકોની સ્કૂલ બેગ શોધવાનો આદેશ આપ્યો છે.

એક શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે આ સમસ્યાના ઉકેલ માટે શાળાઓએ વાલી-શિક્ષક બેઠકો પણ યોજી હતી. આવી ઘટનાઓ વિશે જાણીને માત્ર અમે જ નહીં પરંતુ બાળકોના માતા-પિતા પણ ચોંકી ઉઠ્યા છે. જો માતા-પિતાની વાત માનીએ તો તેમણે પણ થોડા દિવસોથી તેમના બાળકોના વર્તનમાં બદલાવ જોવા મળ્યો છે.

વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાને બદલે, શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓના વર્તનમાં ફેરફાર જોવા માટે કાઉન્સેલિંગ સત્રો યોજવાનું નક્કી કર્યું છે.

KAMSના જનરલ સેક્રેટરી ડી. શશી કુમારે કહ્યું, “અમને કેટલીક શાળાઓમાં પાણીની બોટલોમાં કોન્ડોમ, ગર્ભનિરોધક ગોળીઓ અને દારૂ પણ મળ્યો છે. એટલું જ નહીં, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓમાં અભદ્ર ભાષાનો ઉપયોગ અને ડરાવવા જેવા કૃત્યો પણ જોવા મળ્યા હતા.

public meeting/બીજા તબક્કાની ચૂંટણી માટે આજે PM મોદી ચાર જાહેર સભા સંબોધશે

સુરત/ આજે તો તારૂ મોઢું જોવું જ છે, કહી મોંઢા પર બાંધેલી ઓંઢણી ખેંચી લીધી : બસના ડ્રાઇવરની અશ્લીલ હરકત

Life Management / રાજા જંગલમાં ફસાઈ ગયો, એક પોપટે ડાકુઓને જાણ કરી, બીજાએ રાજાને બચાવ્યો… પછી શું થયું?

આસ્થા / આ ગ્રહ અશુભ ફળ આપે છે, લોહી સંબંધિત રોગ થાય છે, નાની-નાની વાત પર આવે છે ક્રોધ

Gujarat election 2022/ચૂંટણીપંચને ઓફિસે 104 અને c-VIGIL પર 221 ફરિયાદ મળી