Covid-19/ યુકેથી આવેલા પ્રવાસીઓમાંથી 20 પોઝિટિવ, ઉભા કર્યા તંત્ર સતર્કતા સામે આવા સવાલો

વિશ્વભરમાં હાલ કોરોનાનાં નવા પ્રકાર(સ્ટ્રેન)નાં કારણે હાહાકાર જોવામાં આવી રહ્યો છે અને આ કોરોના ભૂંકપનું એપી સેન્ટર UK એટલે બ્રિટન અને બ્રિટનમાં પણ ખાસ કરીને લંડન હોવાનું વિદીત છે.

Top Stories India
WhatsApp Image 2020 12 23 at 8.21.34 AM યુકેથી આવેલા પ્રવાસીઓમાંથી 20 પોઝિટિવ, ઉભા કર્યા તંત્ર સતર્કતા સામે આવા સવાલો

વિશ્વભરમાં હાલ કોરોનાનાં નવા પ્રકાર(સ્ટ્રેન)નાં કારણે હાહાકાર જોવામાં આવી રહ્યો છે અને આ કોરોના ભૂંકપનું એપી સેન્ટર UK એટલે બ્રિટન અને બ્રિટનમાં પણ ખાસ કરીને લંડન હોવાનું વિદીત છે. કોરોનાનો નવો સ્ટ્રેન ફેલાવો કરવામાં અત્યંત ઝડપી હોવાનાં કારણે દુનિયાનાં 40 જેટલા દેશોએ બ્રિટન સાથે યાતાયાત વ્યાવહારો હાલ તુરંત કાપી નાખ્યા છે. હાલનાં સંદર્ભમાં કહી શકાય કે, યુકેથી આવેલા પ્રવાસીઓ કોરોના બોમ્બ સમા સાબિત થઇ શકે છે.

Covid-19 / અમેરિકા ફરી કોરોનાના કોહરામનાં આગોશમાં, 24 કલાકમાં 3400થી વધ…

corona 285 યુકેથી આવેલા પ્રવાસીઓમાંથી 20 પોઝિટિવ, ઉભા કર્યા તંત્ર સતર્કતા સામે આવા સવાલો

ભૂતકાળનાં અનુભવો ઘણુ શીખવે છે અને કોરોનાનાં પ્રસરવનો અનુભવ વિશ્વને શીખવી ગયો છે કે કોરોના કેમ ફેલાયો હતો અને કોરોનાને ફેલાતો અટકાવવા શું કરવું જોઇએ, ત્યારે યુકેથી આવેલા પ્રવાસીઓ કોરોના બોમ્બ સમા પ્રતિતિ થાય તે સ્વાભાવીક છે. આપને જણાવી દઇએ કે, યુકેથી આવેલા 20 પ્રવાસીઓ કે જે દિલ્હી સહિત દેશનાં અનેક અલગ અલગ એરપોર્ટ પર ઉતર્યા હતા તે કોરોના પોઝિટિવ નીકળ્યાં. એક સાથે યુકેથી આવેલા પ્રવાસીઓમાંથી 20 પ્રવાસી પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Covid-19 / નવો કોરોના સ્ટ્રેન અત્યંત ખતરનાક, ક્યારે આવ્યો અને ક્યાં-ક્ય…

2 flyers from UK in Kolkata, 1 each in TN & Karnataka test Covid positive amid new virus strain scare

વિદેશથી આવતા અધધધ મુસાફરો પોઝિટિવ આવતા  સરકાર દ્વારા આકરા નિયમો અમલી કરાતા પ્રવાસીઓની પોઝિટિવની મોટી સંખ્યા સામે આવી હતી. પાછલા સમયમાં ભારતમાં પ્રવેશેલા અને વિદેશથી આવેલા તમામ લોકોનાં ચેકિંગ શરુ કરવામાં આવ્યા છે. તમામ બાબતને ધ્યાનમાં રાખવામાં આવે તો કાયમ તૈયાર અને સતર્કતાનો દોવો કરતું તંત્ર ફરી એક વખત ઉંધતું ઝડપાયું છે ત્યારે તો અત્યાર સુધી તપાસમાં ઢીલ કેમ રખાતી હતી ? જેવા પ્રશ્નો ઉભા થઇ રહેયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…