Somnath/ ઈસરોના ચેરમેન છે શિવ ભક્ત, સોમનાથ મંદિરે દર્શને પહોંચ્યા

ઈસરોના ચેરમેન એસ સોમનાથ આજે સોમનાથ દાદા દર્શને પહોંચ્યા છે.

Top Stories Gujarat Rajkot

ચંદ્રયાન 3 અને ભારતના પ્રથમ સોલાર મિશન ‘આદિત્ય L-1’ને સફળ બનાવનાર ઈસરોના ચેરમેન એસ સોમનાથ આજે સોમનાથ મંદિરે દર્શને પહોંચ્યા છે. વેરાવળ રેલવે સ્ટેશન ખાતે તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

માહિતી અનુસાર, ઈસરોના ચેરમેન એસ સોમનાથ આજે સોમનાથ દાદા દર્શને પહોંચ્યા છે. વેરાવળ રેલવે સ્ટેશન ખાતે વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ સોમનાથ મહાદેવની મહાપૂજા, તેમજ યજ્ઞમાં સહભાગી બનશે

ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ ભારતના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશનના માસ્ટરમાઇન્ડ્સમાંના એક છે. તેમણે ચાર્જ સંભાળ્યો ત્યારથી ચંદ્રયાન-3, આદિત્ય-એલ1 (સન મિશન) અને ગગનયાન જેવા મહત્વના મિશનને વેગ મળ્યો હતો.

આ પણ વાંચો: Kidnapping/ આઠ વર્ષના બાળકનું અપહરણઃ ગણતરીના કલાકોમાં કેસ ઉકેલાયો

આ પણ વાંચો: Delhi/ ‘પન્નુ’એ વર્લ્ડ કપ દરમિયાન ભારતમાં મોટા આતંકવાદી હુમલાની ધમકી આપી!

આ પણ વાંચો: GST Raid/ પંચમહાલના વિવિધ શહેરોમાં જીએસટીનું સર્ચ ઓપરેશન: કરોડોની કરચોરીની સંભાવના