GST raid/ પંચમહાલના વિવિધ શહેરોમાં જીએસટીનું સર્ચ ઓપરેશન: કરોડોની કરચોરીની સંભાવના

પંચમહાલ જિલ્લાના વિવિધ શહેરોમાં જીએસટીની ટીમે દરોડા પાડીને મોટાપાયા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં જાણવા મળ્યું છે તે મુજબ ગુરુકૃપા મોટર્સમાં જીએસટી ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Top Stories Gujarat Videos
Mantavyanews 105 પંચમહાલના વિવિધ શહેરોમાં જીએસટીનું સર્ચ ઓપરેશન: કરોડોની કરચોરીની સંભાવના

પંચમહાલઃ પંચમહાલ જિલ્લાના વિવિધ શહેરોમાં  જીએસટીની ટીમે દરોડા પાડીને મોટાપાયા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં જાણવા મળ્યું છે તે મુજબ ગુરુકૃપા મોટર્સમાં જીએસટી ટીમ દ્વારા સર્ચ ઓપરેશન GST Raid હાથ ધરવામાં આવ્યું છે.

જીએસટીના પાંચથી વધુ અધિકારીઓની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શંકાસ્પદ બિલ સહિતના દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી રહી છે. જીએસટી વિભાગ પૂરતી બાતમી મેળવ્યા પછી જ અને GST Raid પૂરેપૂરો અભ્યાસ કર્યા પછી જ ત્રાટક્યુ છે.

જીએસટી વિભાગના વિશ્વાસ છે કે પેઢીના વ્યવહારોમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ પકડાય તેવી પૂરી સંભાવના છે. તેથી હાલમાં તો મોટાપાયા પર દરોડા ચાલી રહ્યા છે. તે હકીકત છે કે જીએસટી વિભાગ જ્યાં પણ ત્રાટક્યો છે ત્યાંથી ખાલી હાથે તો નીકળ્યો જ નથી. તે પૂરતી બાતમી સાથે જ ત્રાટક્યુ છે. તેથી હવે પેઢીમાંથી કરોડોની દાણચોરી પકડાય તો આશ્ચર્ય નહી થાય.

ગુજરાતમાં કદાચ ભાગ્યે જ કોઈ મહિનો ખાલી જતો હશે જ્યારે જીએસટીની ટીમ નહીં ત્રાટકતી હોય અને કરચોરી નહીં પકડતી હોય. આ દર્શાવે છે કે રાજ્યમાં કરચોરી અને બોગસ બિલિંગનો વ્યાપ કેટલા પ્રમાણમાં છે.

આ પહેલા સુરતની ઇકોસેલ ટીમે 200 કરોડનું જીએસટી કૌભાંડ GST Raid ગયા વર્ષે પકડ્યું હતું. તેમા 21 બોગસ કંપનીઓ ઊભી કરીને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવતી હતી. તે સમયે સુરતમાં પાડેલી રેડ ફક્ત સુરત સુધી મર્યાદિત ન રહેતા તેની તપાસનો રેલો બીજા છ શહેરો સુધી લંબાયો હતો. છ શહેરોમાં બાર ટીમોએ રેડ કરીને દરોડો પાડ્યો હતો.

આ જ રીતે બોગસ બિલિંગના એપીસેન્ટર બની ગયેલા ભાવનગરમાં કૌભાંડમાં સામેલ જીએસટીના બે અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.  પોલીસ તપાસમાં જીએસટી કૌભાંડ 14 કરોડ રૂપિયાનું હોવાનું ખૂલ્યું હતું. જીએસટી કૌભાંડમાં જીએસટી કચેરીઓના અધિકારીઓની જ ધરપકડ થઈ હોય તેવો ભાવનગરનો પ્રથમ બનાવ છે.


આ પણ વાંચોઃ GST raid/વલસાડના તમાકુના વેપારીઓમાં ફફડાટઃ GSTએ હાથ ધર્યુ સર્ચ ઓપરેશન

આ પણ વાંચોઃ GST raid/ગુજરાતમાં GST વિભાગનો ફરી સપાટોઃ 53 સ્થળે એકસાથે દરોડા

આ પણ વાંચોઃ GST-Coaching class raid/વેપારીઓ પછી GSTના હવે રાજ્યભરમાં ચાલતા કોચિંગ ક્લાસ પર દરોડાઃ બેનામી વ્યવહારો પકડાયા

આ પણ વાંચોઃ સુરત/કાપોદ્રા વિસ્તારમાં બોગસ GST અધિકારીઓનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 3 ઇસમોની કરી ધરપકડ

આ પણ વાંચોઃ Raid/રાજકોટમાં આ સલૂનમાં જીએસટીના દરોડા, આટલા લાખની કર ચોરી પકડાઇ, સર્ચ ઓપરેશ ચાલુ