EMERGENCY LANDING JAMNAGAR/ બોમ્બની અફવાથી મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટનું જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ,NSG ટીમે ફલાઇટનું ચેકિંગ પુરૂં કર્યું

વિમાનના ઈમરજન્સી લેન્ડિંગની સાથે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, એરફોર્સના અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

Top Stories Gujarat
emergency landing in jamnagar
  • જામનગર ફ્લાઇટમાં બોમ્બ મુદ્દે રાહતના સમાચાર
  • NSG ટીમો દ્વારા ફ્લાઇટનું ચેકિંગ પુરું કરાયું
  • કોઇ વાંધાજનક બોમ્બ કે વસ્તુ મળી નહીં
  • NSGની ટીમો દ્વારા પેસેન્જરના સામાનનું ચેકિંગ કરાયું
  • સવારે ચેકિંગ બાદ ફ્લાઇટ ઉડાન ભરે તેવી શકયતા

emergency landing in jamnagar ;   મોસ્કોથી ગોવા જઈ રહેલા એક વિમાનનું ગુજરાતના જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં બોમ્બ હોવાની શક્યતાને કારણે જામનગરના એરર્ફોસ બેઝ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું આ માહિતી મળતા એરપોર્ટ પર બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. વિમાનમાં લગભગ 236 વિદેશી મુસાફરો (AIRPORT) સવાર હતા. વિમાનના ઈમરજન્સી લેન્ડિંગની સાથે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, એરફોર્સના અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા. કોઈપણના પ્રવેશ પર પ્રતિબંધ સાથે એરપોર્ટ પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્લેનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની શક્યતા જણાતાં આ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ બાદ વિમાનના તમામ 236 મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા છે અને વિમાનની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી પરતું કોઇ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી, એનએસજીએ તપાસ પરિપૂર્ણ કરી છે, હવે ઉડાન ભરે તેવી શક્યતા છે.

રાજકોટ અને જામનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે વિમાનમાંથી તમામ 236 મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું  પોલીસ અને બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડની સાથે સ્થાનિક અધિકારીઓ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી, જેના કારણે ગુજરાતના જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. “મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટને બોમ્બની ધમકીને કારણે જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પ્લેનનું જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યા બાદ તમામ 236 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને સ્થાનિક સત્તાવાળાઓ સમગ્ર વિમાનની તપાસ અને શોધ કરી રહ્યા છે.