Covid-19/ અમેરિકા ફરી કોરોનાના કોહરામનાં આગોશમાં, 24 કલાકમાં 3400થી વધુ લોકોનાં મોત

અમેરિકામાં ફરી એક વખત કોરોનાનો કોહરામનાં આગોશમાં જોવામાં આવી રહ્યું છે. વિશ્વભરમાં વિકાસનાં પર્યાયી કહેવાતા અતી વિકસીત અને ટેક્નોલોજીથી લઇને સાયન્સ ટકનિકમાં કુશળ

Top Stories World
  • અમેરિકામાં ફરી કોરોનાનો કોહરામ
  • 24 કલાકમાં 3,400થી વધુ મોત
  • 24 કલાકમાં 2 લાખથી વધુ નવા કેસ
  • હજુ આ આંકડો વધવાની આશંકા
  • અમુક રાજ્યનો ડેટા આવવાનો બાકી
  • અગાઉ બે દિવસથી મૃત્યુઆંક ઘટ્યો હતો
  • અગાઉના બે દિવસ બે હજારથી ઓછો હતો

અમેરિકામાં ફરી એક વખત કોરોનાનો કોહરામનાં આગોશમાં જોવામાં આવી રહ્યું છે. વિશ્વભરમાં વિકાસનાં પર્યાયી કહેવાતા અતી વિકસીત અને ટેક્નોલોજીથી લઇને સાયન્સ ટકનિકમાં કુશળ અમેરિકાને કોરોનાએ રીતસરનો હંફાવી દીધો હોવાનું સામે આવી રહ્યું છે. અમેરિકાનાં કોરોનાનાં આકંડા જ કહી જાય છે કે વિશ્વભરમાં કોરોનાની સૌથી વધુ ઘતક અસરો અત્યાર સુધીમાં અમેરિકાને થઇ છે.

Covid-19 / નવો કોરોના સ્ટ્રેન અત્યંત ખતરનાક, ક્યારે આવ્યો અને ક્યાં-ક્યાં છે? જાણો દરેક પ્રશ્નના જવાબો 

Hospitals in Latin America buckling under coronavirus strain | World news |  The Guardian

આપને જણાવી દઇએ કે જગતજમાદાર અમેરિકા કોરોના કહેરમાં હચમચી ઉઠ્યું છે અને પાછલા 24 કલાકમાં એકલા અમેરિકામાં જ 3400થી વધુ મોત નિપજ્યા છે. કોરોનાનાં સંક્રમણની વાત કરવામાં આવે તો અમેરિકામાં પાછલા 24 કલાકમાં 2 લાખથી પણ વધુ અમેરિકનો કોરોના સંક્રમણનાં શિકાર બન્યા છે. આ ઓછુ હોય તેવી રીતે હુજ પણ અમેરિકામાં સંક્રમણ અને મોતનો આંકડો વધે તેવો ભય પણ સત્તા સ્થાનેથી પ્રગટ કરવામાં આવ્યો છે.

Covid-19 / કોરોના મહામારી વચ્ચે હાઇ બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓમા…

Scientists warn over China virus outbreak | Financial Times

ઉલ્લેખનીય છે કે, પાછલા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાએ મચાવેલ કહેરનાં અમુક રાજ્યનોનાં ડેટા આવવાનો હજુ બાકી છે. અમેરિકામાં જો કે, અગાઉ બે દિવસથી મૃત્યુઆંક ઘટ્યો હતો અને સંક્રમણમાં પણ પ્રમાણમાં આંશીક ઘટાડો નોંધવામાં આવ્યો હતો, ત્યાં ફરી કોરોનાએ પોતાની રફતાર બતાવી તંત્રની ઉંઘ ફરી હરામ કરી દીધી છે. આપને જણાવી દઇએ કે પાછલા બે દિવસમાં કોરોનાનાં કારણે મરણજનાર લોકોની સંખ્યા અમેરિકામાં બે હજારથી ઓછી નોંધવામાં આવી હતી. જે પાછલા 24 કલાકમાં બ્લાસ્ચ સાથે 3400 પહોંચી ગઇ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…