Rajkot News/ રાજકોટમાં 30 હજારથી વધુ ભૂતિયા નળ જોડાણ થી મચી ચકચાર

નલ સે જલ યોજના રાજ્યના ગામડામાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ થતાં હતા, હવે તેવું શહેરોમાં પણ થતું લાગે છે. રાજકોટમાં 30 હજારથી પણ વધુ નળ જોડાણ ભૂતિયા જોડાણ હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.

Gujarat Top Stories Rajkot Breaking News
રાજકોટ મનપાનું અંધેર તંત્ર ભૂતિયા નળ જોડાણ

Rajkot News: રાજકોટ શહેરમાં ભૂતિયા નળ જોડાણનો રાફડો ફાટ્યો છે. Rajkot શહેરમાં 30 હજાર ભૂતિયા જોડાણનો પર્દાફાશ થયો છે. આ ભૂતિયા જોડાણના કારણે Rajkot મનપાનો 225 કરોડ રૂપિયાનો વેરો પાણીમાં ગયો છે. Rajkot મનપાએ ભૂતિયા જોડાણના કારણે આ વેરો માંડી વાળવા સિવાય કોઈ આરો નથી.

 

ભૂતિયા નળ જોડાણ

આમ છતાં રાજકોટ મનપાએ સર્વે જારી હોવાનું રટણ ચાલું રાખ્યું છે. આ ઉપરાંત સરકારી કચેરીઓના પણ 20 કરોડ જેટલા લેણા બાકી છે. બાકી બિલો વસૂલવા માટે છેલ્લા છ વર્ષથી પ્રયત્નો ચાલી રહ્યા છે. વોટર વર્કસ અને વેરા વસૂલાત શાખામાં સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો ચે. 225 કરોડની તોતિંગ રકમની માંડવાળ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ડિજિટલ યુગમાં નળ જોડાણનો ડેટા કમ્પ્યુટરાઇઝ્ડ ન કર્યો હોવાનું કહેવાય છે. મિલકત અને પાણી વેરો ભરનાર બંને આસામી જુદાં-જુદા હોય છે. આના પરથી સ્પષ્ટપણે મોટા કૌભાંડની ગંધ આવી રહી છે. સરકારી કચેરીઓ પણ વેરા વસૂલાત શાખાને ભૂ પીવડાવી ગઈ છે.

Rajkot ના ડેપ્યુટી કલેક્ટર કચેરીનો 3.22 લાખ રૂપિયાનો વેરો બાકી છે. Rajkot ની પીજીવીસીએલ કચેરીનો રૂ. 3.22 કરોડનો વેરો બાકી છે. આ ઉપરાંત Rajkot પોલીસ કમિશ્નર ઓફિસનો 3.48 કરોડ રૂપિયાનો વેરો બાકી છે. Rajkot ની જિલ્લા પંચાયત કચેરીનો રૂ. 3.28 કરોડનો વેરો બાકી છે.  આ બતાવે છે કે Rajkot મ્યુનિસિપલ કોર્પોરેશનની વેરાવસૂલાત શાખા કેટલી નિષ્ક્રીય છે.  આટલા ભૂતિયા જોડાણ છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હાલ્યું નહીં તે મોટી વાત છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટમાં આજે RMCના જનરલ બોર્ડની મીટિંગ, કોંગ્રેસના બંને કોર્પોરેટરની અટકાયત

આ પણ વાંચો: પરિવારજનો મૃતદેહની ઓળખ માટે રઝળતા હતા અને RMC માં અધિકારીઓ મોજ કરતા હતા

આ પણ વાંચો: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ, પૂર્વ TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓમાં વધારો, EDની તપાસ માટે RMC પાસે મંજૂરી માગી