વડોદરાઃ સંસ્કાર નગરી વડોદરાને કલંકિત કરતી ઘટના બની છે. વડોદરામાં ચોરીની સંભાવનાએ માનવતાને નેવે મૂકીને વૃદ્ધને ઢોર માર મારવામાં આવ્યો છે. હવે સવાલ એ છે કે ચોરીની આશંકાએ કોઈને પણ આ પ્રકારે મારવો કેટલે અંશે યોગ્ય છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગઇકાલે સાંજના સમયે ચોરી કર્યાના ખોટા આરોપ હેઠળ બે યુવકોએ વૃદ્ધ પર પાઇપથી હુમલો કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે તમાશાને તેડું ન હોય તેમ દરેક જણ વૃદ્ધને બચાવવા એકત્રિત થઈ ગયો હતો. બધા લોકો વૃદ્ધને બચાવવાના બદલે તમાશો જોવામાં મશગૂલ હતા.
આ ઘટનાના પગલે માંજલપુર પોલીસ દોડી આવી હતી અને વૃદ્ધને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. તેમને માર મારનારા બે યુવકો સામે કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના દર્શાવે છે કે હવે લોકો વૃદ્ધોનો પણ મલાજો જાળવતા નથી. તેમની વયને પણ માન આપતા નથી. તેમના પર ગમે તેવા આરોપો મૂકે છે.
આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ, એક્ટિવ કેસ 53ને પાર, એકનું મોત
આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સંચાલીત પ્રાણી સંગ્રલાયમાં સફેદ વાધના બે બચ્ચાનો જન્મ થયો
આ પણ વાંચો:કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો
આ પણ વાંચો:ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાનો રાસ રમતો વિડીયો વાયરલ
