Mehsana News/ મહેસાણામાં નીતિન પટેલનું મહત્વપૂર્ણ નિવેદન

નીતિન પટેલે(Nitin Patel) ભારપૂર્વક કહ્યું કે પક્ષે પ્રતિનિધિઓને મોટા અને ઉજ્જવળ બનાવ્યા છે

Gujarat Others
મહેસાણામાં યોજાયેલા ભાજપના અભિવાદન સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે(Nitin Patel) મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું

Mehsana News : મહેસાણામાં યોજાયેલા ભાજપના અભિવાદન સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે(Nitin Patel) મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધતા જણાવ્યું કે, તેઓ પોતાની જવાબદારીઓ પ્રત્યે હંમેશા જાગૃત રહે અને પક્ષે તેમને જે સ્થાન આપ્યું છે, તેને યોગ્ય રીતે નિભાવવું જરૂરી છે.

નીતિન પટેલે ભારપૂર્વક કહ્યું કે પક્ષે પ્રતિનિધિઓને મોટા અને ઉજ્જવળ બનાવ્યા છે, તેથી હવે પક્ષને વધુ લોકપ્રિય અને મજબૂત બનાવવાની જવાબદારી તેમની છે. તેમણે ચૂંટાયેલા સભ્યોને નિષ્ઠાપૂર્વક કામ કરવા ટકોર કરી અને ખાસ કરીને વિકાસ માટે મળતી ગ્રાન્ટનો સદુપયોગ તેમજ જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ કરવાની સૂચના આપી.

નીતિન પટેલે(Nitin Patel)જણાવ્યું કે ચૂંટણી જીત્યા પછી પણ લોકો સાથેનો સંપર્ક તૂટવો નહીં જોઈએ

તેમણે વધુમાં જણાવ્યું કે ચૂંટણી જીત્યા પછી પણ લોકો સાથેનો સંપર્ક તૂટવો નહીં જોઈએ. પ્રતિનિધિઓ નિયમિત મીટિંગોમાં હાજરી આપે અને મતદારોના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવે તે જરૂરી છે. સાથે જ તેમણે ચેતવણીના સ્વરે જણાવ્યું કે તમામ ચૂંટાયેલા સભ્યો અને કોર્પોરેટરો પર સંગઠનની સતત નજર રહેશે.


આ પણ વાંચો : મહેસાણામાં ચૂંટણી પછી મેયર પદ માટે મહિલાની થશે પસંદગી

આ પણ વાંચો : ચૂંટણીમાં વિજય પછી ભાજપ એક્શન મોડમાં, વિવિધ શહેરોમાં મેયરો-ડેપ્યુટી મેયરોની નિમણૂકોનો ધમધમાટ

આ પણ વાંચો : ભાજપે ઉત્તર ગુજરાતમાં રાબેતા મુજબ દબદબો જાળવ્યો… જુઓ વિગતવાર પરિણામ