Not Set/ મધ્ય પ્રદેશ : ગર્ભવતી મહિલાએ ફાંસી ખાઈને કરી આત્મહત્યા, ગર્ભનાળથી લટકી રહ્યું હતું બાળક

મધ્ય પ્રદેશમાં આત્મહત્યાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. કટની જીલ્લામાં એક જીવે દુનિયામાંથી વિદાય લીધી હતી તો બીજા જીવે દુનિયામાં પ્રવેશ કર્યો છે. ગુરુવારે એક ગર્ભવતી મહિલાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યાને લીધે મહિલા મૃત્યુ પામી છે પરંતુ તેણે ફાંસી પર લટકતી વખતે જ બાળકને જન્મ આપ્યો છે. બાળક ઘણા સમય સુધી ગર્ભનાળથી લટકી […]

Top Stories India Trending
Hanging 0 મધ્ય પ્રદેશ : ગર્ભવતી મહિલાએ ફાંસી ખાઈને કરી આત્મહત્યા, ગર્ભનાળથી લટકી રહ્યું હતું બાળક

મધ્ય પ્રદેશમાં આત્મહત્યાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. કટની જીલ્લામાં એક જીવે દુનિયામાંથી વિદાય લીધી હતી તો બીજા જીવે દુનિયામાં પ્રવેશ કર્યો છે.

ગુરુવારે એક ગર્ભવતી મહિલાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યાને લીધે મહિલા મૃત્યુ પામી છે પરંતુ તેણે ફાંસી પર લટકતી વખતે જ બાળકને જન્મ આપ્યો છે.

બાળક ઘણા સમય સુધી ગર્ભનાળથી લટકી રહ્યું હતું. સમય પર પોલીસ પહોચી જતા ગર્ભનાળ કાપીને બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ૩૬ વર્ષીય લક્ષ્મી ગર્ભવતી હતી તેને ૯મો મહિનો જઈ રહ્યો હતો. ગુરુવારે સવારે આશરે ૬:૩૦ વાગ્યે તેના પતિએ તેને સીલીંગના પંખા સાથે લટકતા જોઈ અને તરત પોલીસને જાણ કરી હતી. જયારે પોલીસ ઘટના સ્થળે પહોચી ત્યારે તેમણે જોયું કે નવજાત બાળક લક્ષ્મીની સાથે ગર્ભનાળથી લટકેલું હતું.

સબ ઇન્સ્પેક્ટર કવિતા સાહનીએ એમ્બ્યુલન્સને બોલાવી અને ડોકટર ત્યાં પહોચી ગયા હતા. ડોકટરે ગર્ભનાળ કાપી અને બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જો કે બાળકની હાલત પહેલા કરતા હાલ સારી છે તેવું કહેવામાં આવ્યું હતું.

લક્ષ્મીના પતિએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ જયારે ૬:૩૦ વાગ્યે ઉઠ્યા તો જોયું કે લક્ષ્મી ઘરે નહતી. તેને જયારે લક્ષ્મીને જોયી ત્યારે તે સ્તબ્ધ થઇ ગયો હતો. લક્ષ્મી ફાંસીના માંચડા પર લટકેલી હતી અને ગર્ભનાળથી લટકેલું બાળક તડપી રહ્યું હતું.

પોલીસનું કહેવું છે કે હાલ આત્મહત્યા અને બાળકનો જન્મ ક્યાં સમયે થયો એ કહેવું મુશ્કેલ છે. પરંતુ એક વાત નક્કી છે કે બાળકનો જન્મ લક્ષ્મીના ફાંસી પર લટક્યા પછી થયો હતો. હાલ અમે તપાસ કરી રહ્યા છે.

લક્ષ્મીના પરિવારજનોને પણ આઘાતમાં છે કે એવું તો શું મજબુરી હતી આત્મહત્યા કરવાની. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.