Not Set/ સ્થાનિક પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ, રાષ્ટ્રીય પાર્ટીઓ માટે અસ્તિત્વની લડાઇ

તમિલનાડું વિધાનસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ તૈયારીઓ કરી લીધી છે. મોટા ભાગની પાર્ટીઓએ તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ પ્રચાર પ્રસાર પણ જબરજસ્ત રીતે ચાલું થઇ ગયો છે. જો કે આ ચૂંટણીના મેદાનમાં આ વખતે કોની કોની વચ્ચે ટક્કર થશે તેનું ચિત્ર પણ સાફ થઇ રહ્યુ છે. છ એપ્રિલે થનારી આ ચૂંટણીમાં મતદારોને […]

Mantavya Exclusive India
1111111 સ્થાનિક પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ, રાષ્ટ્રીય પાર્ટીઓ માટે અસ્તિત્વની લડાઇ

તમિલનાડું વિધાનસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ તૈયારીઓ કરી લીધી છે. મોટા ભાગની પાર્ટીઓએ તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ પ્રચાર પ્રસાર પણ જબરજસ્ત રીતે ચાલું થઇ ગયો છે. જો કે આ ચૂંટણીના મેદાનમાં આ વખતે કોની કોની વચ્ચે ટક્કર થશે તેનું ચિત્ર પણ સાફ થઇ રહ્યુ છે. છ એપ્રિલે થનારી આ ચૂંટણીમાં મતદારોને લોભામણી જાહેરાતો વચ્ચે તમિલનાડુંની ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે.

udaynidhi stalin સ્થાનિક પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ, રાષ્ટ્રીય પાર્ટીઓ માટે અસ્તિત્વની લડાઇ
દિગ્ગજ નેતાઓની નવી પેઢી છે મેદાનમાં
તમિલનાડું વિધાનસભાની ચૂંટણી આમતો કેટલાય કારણોને લીધે ઘણી રસપ્રદ બની છે. પણ મોટી વાત એ છે કે આ ચૂંટણીમાં મુખ્ય સ્થાનિક પાર્ટીઓ AIADMK અને DMKની નવી પેઢી વચ્ચે મુકાબલો જબરજસ્ત રીતે જામ્યો છે. આવુ એટલા માટે કારણ કે ૨૦૧૬માં સતત બીજી વાર AIADMKને સત્તામાં લાછીને છઠ્ઠીવાર મુખ્યમંત્રી બનેલા પાર્ટીના નેતા જયલલિતાનું તે વર્ષે જ નિધન થઇ ગયું હતું. તો બીજી તરફ DMKના દિગ્ગજ નેતા અને પાંચ વાર મુખ્યમંત્રી રહેલા. એમ. કરૂણાનિધીનું ૨૦૧૮માં જ નિધન થઇ ગયું. આ બંને નેતાઓનું કદ એટલું મોટું હતું કે દાયકાઓ સુધી તમિલનાડુંની રાજનિતી તેમની આજુબાજુ જ ફરતી રહી.

thanga kathiravan સ્થાનિક પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ, રાષ્ટ્રીય પાર્ટીઓ માટે અસ્તિત્વની લડાઇ
મતદારોના કપડાં ધોઇને ઉમેદવારે માંગ્યા મત
હવે તમિલનાડુમાં વિભાનસભાની ચંટણી આવી છે. ત્યારે તમામ પાર્ટીઓ તેને ગંભીરતાથી લઇ રહી છે. પ્રચાર માટે મોટા મોટા નેતાઓ રસ્તા પર ઉતર્યા છે. ખાસ કરીને તમિલનાડુમાં સ્થાનિક પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. DMK અને AIADMK ના નેતા મેદાનમાં છે. પ્રચાર અને મત માંગવા માટે તેઓ ઘર..ઘરમાં જઇ રહ્યા છે. આ દરમિયાન કેટલાય નેતાઓ જાતભાતની તરકીબો અજમાવી રહ્યા છે. કોઇ ઢોસા બનાવીને તો કોઇ મતદારોના કપડાં ધોઇને મત માગી રહ્યા છે. તમિલનાડુંના નાગાપટ્ટિનમથી AIADMKના ઉમેદવાર થંગા કાતિરવનને લોકોના કપડાં ધોયાં. મતદારોના કપડાં ધોતા ધોતાં તેમણે વાયદો કર્યો કે જો ચૂંટણી જીતી જશે તો તે મતદારોને વોશિંગ મશીન વહેચશે.

candidate make dhosaa સ્થાનિક પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ, રાષ્ટ્રીય પાર્ટીઓ માટે અસ્તિત્વની લડાઇ
મત માટે ઉમેદવારે ઢોંસો બનાવીને મતદારોને ખવડાવ્યો
તો બીજી તરફ તમિલનાડુંના ચેન્નૈમાં વિરૂગબક્કમથી ડીઅમેકેના ઉમેદવાર પ્રભાકર રાજા ચૂંટણી પ્રચાર માટે નિક્ળયા. તે દરમિયાન તેમણે રસ્તામાં એક નાનકડી રેકડી પર ઢોસો બનાવ્યો. અને ગ્રાહકોને પોતાના હાથથી ખવડાવ્યો. ઢોસો ખવડાવીને તેમણે મતદારો પાસે મત માંગ્યા.

333333 સ્થાનિક પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ, રાષ્ટ્રીય પાર્ટીઓ માટે અસ્તિત્વની લડાઇ
તમિલનાડુમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીનો જંગ કેવો છે ? ચૂંટણીના મોટા મુદ્દાઓ ક્યા છે ? ચૂંટણી ધમાસાણના રસપ્રદ કારણો શું છે ? અને જીતનો ઘોડો કોની તરફ જતો જોવાઇ રહ્યો છે ? આ સવાલોના જવાબ ચંટણી પ્રચાર સાથે ઘૂંટાતા જ જઇ રહ્યા છે. આમ તો તમિલનાડું વિધાનસભા ચૂંટણી ૨૦૨૧ની લડાઇમાં ઘણા મોરચા ખુલેલા છે. પણ ખરો મુકાબલો મુખ્ય રીતે સત્તારૂઢ AIADMKના નેતૃત્વમાં બનેલા ગઠબંધન અને વિપક્ષિ DMKની આગેવાની વાળા ગઠબંધનની વચ્ચે છે.

4444 સ્થાનિક પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ, રાષ્ટ્રીય પાર્ટીઓ માટે અસ્તિત્વની લડાઇ

ભાજપ-કોંગ્રેસ માટે છે અસ્તિત્વની લડાઇ
જો કે તમિલનાડું એવા રાજ્યોમાં સામેલ છે. જ્યાં દેશની બે મોટી પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ પોતાના અસ્તિત્વની લડાઇ લડી રહી છે. કોંગ્રેસે તો છતાં પણ ૧૯૬૭ સુધી સરકાર ચલાવી હતી. પણ ભાજપનું આ રાજ્યમાં શરૂઆતથી જ ખરાબ પ્રદર્શન રહ્યુ છે. ૨૦૧૬ના તમિલનાડું વિધાસભા ચૂંટણીમાં ભાજપ ૨૩૪ બેઠકોમાંથી ૧૮૮ બેઠકો પર ચૂંટણી લડી હતી. પણ તેને એક પણ બેઠક મળી ન હતી. તો કોંગ્રેસ ૪૧ બેઠકો પરથી ચૂંટણી લડી હતી. તેમાંથી તેને આઠ બેઠકો મળી હતી. આ વખતે ભાજપ AIADMKની આગેવાની વાળા ગઠબંધન અંતર્ગત ૨૦ બેઠકો પર ચૂંટણી લડી રહ્યુ છે. તેના ખાતામાં કન્યાકુમારી લોકસભા બેઠક આવી છે. જ્યાં છ એપ્રિલે વિધાનસભા ચૂંટણીની સાથે સાથે પેટાચૂંટણી માટે પણ મતદાન થવાનું છે. આ ગઠબંધનમાં PMKને ૨૩ બેઠકો મળી છે. માનવામાં આવી રહ્યુ છે કે હાલની સરકાર તરફથી વન્નિયાર સમુદાય માટે ૧૦.પ ટકા MBC આરક્ષણ આપ્યા બાદ આ સમુદાય PMK ગઠબંધનને ફાયદો પહોચાડી શકે છે. તો બીજી તરફ DMKએ પોતાના સહયોગી કોંગ્રેસને ૨પ વિધાનસભાની બેઠકો અને કન્યાકુમારીની લોકસભા બેઠક આપી છે. તે ઉપરાંત બાકીના પક્ષો વચ્ચે બેઠકોની ભાગબટાઇ કરી છે.

kamalhasan સ્થાનિક પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ, રાષ્ટ્રીય પાર્ટીઓ માટે અસ્તિત્વની લડાઇ

અભિનેતામાંથી રાજનેતા બનેલા ઉમેદવારો મેદાનમાં
તમિલનાડુંમા ટીટીવી દિનાકરનની AMMKએ અભિનેતામાંથી નેતા બનેલા. વિજયકાંતની આગેવાની વાળી DMDK અને ઓવૈસીની AIMIMની સાથે ગઠબંધન કર્યુ છે. એક બીજા મોરચાની વાત કરીએ તો અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસનની પાર્ટી. MNMએ ઓલ ઇન્ડિયા સમતુવા મખલ કાચી અને ઇન્ડિયા જનનાયક કાચી સાથે મળીને તમિલનાડુંની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તો DMK અને કોંગ્રેસનું ગઠબંધન આ ચૂંટણીમાં વધારે તાકાત સાથે લડવાના મૂડમાં છે.

શું છે ચૂંટણીના મોટા મુદ્દા?
જો કે આ ચૂંટણીમાં મહિલા સશક્તિકરણનો મુદ્દો મોટો છે. AIADMKએ કહ્યુ છે કે.,વિધાનસભા ચૂંટણી પછી જો રાજ્યમાં તેમની પાર્ટીની સરકાર બની તો પરિવારની મહિલાને દર મહિને પંદરસો રૂપિયાની સહાય મળશે. મુખ્યમંત્રી કે.પલાનીસ્વામીએ હાલમાં જ તેની જાહેરાત કરી. તો DMKએ એક હજાર રૂપિયા પ્રતિ મહીને આપવાનો વાયદો કર્યો છે. તે ઉપરાંત દારૂબંધીનો મુદ્દો પણ ચર્ચામાં છે. રાજ્યમાં 1937થી લઇને 1971 સુધી દારૂબંધી લાગુ હતું. જ્યારે કરૂજ્ઞાનિધીના નેતૃત્વવાળી તત્કાલિન સરકારે તેને હટાવી લીધો હતો. હવે બંને પાર્ટીઓએ તેને ફરીથી લાગું કરવાનો વાયદો કર્યો છે.

aiadmk bjp સ્થાનિક પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ, રાષ્ટ્રીય પાર્ટીઓ માટે અસ્તિત્વની લડાઇ

AIADMKના ગઠબંધનમાં શેનો છે પડકાર?
આ ચૂંટણીમાં એક મુદ્દો એવો પણ છે કે જેણે AIADMKના ગઠબંધનમાં મુશ્કેલીઓ ઉભી કરી દીધી છે.નાગરિકતા સંશોધન કાયદાને લીધે AIADMKને તેના અલ્પસંખ્યક મતદારો છીનવાઇ જવાનો ડર છે. આ મુદ્દા પર યુટર્ન લેતા તે કહે છે કે કેન્દ્ર સરકારને આ કાયદો હટાવવા માટે મનાવશે. આ એક એવો મુદ્દો છે કે જેને લઇને ભાજપ સામે આસામમાં મોટો પડકાર છે. પણ બાકી રાજ્યોની પોતાની રાજનિતીને ધ્યાનમાં રાખીને ભાજપ તેના પરથી પરત હટવા નથી માંગતી.