Not Set/ દારૂની બોટલોથી ભરેલી ટ્રક પલટાઇ, લોકોએ શરૂ કરી લૂંટ

  છત્તિસગઢમાં લોકડાઉન કોરોના વાયરસની વધતી અસરને ધ્યાનમાં રાખીને છે. તેથી લોકો તેમના ઘરોમાં કેદ છે. ચેપનાં ભયથી લોકોનું બહાર નીકળવું ઓછું થઈ ગયું છે. પરંતુ કવર્ધાની એક ઘટનાએ બતાવ્યું કે લોકો મફતમાં દારૂ પીવા માટે કેટલા શું કરી શકે છે. જણાવી દઇએ કે, કવર્ધા જિલ્લામાં દારૂ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને અકસ્માતની […]

India
0063d752d55d30259549b2fb4c2bb55c દારૂની બોટલોથી ભરેલી ટ્રક પલટાઇ, લોકોએ શરૂ કરી લૂંટ
0063d752d55d30259549b2fb4c2bb55c દારૂની બોટલોથી ભરેલી ટ્રક પલટાઇ, લોકોએ શરૂ કરી લૂંટ 

છત્તિસગઢમાં લોકડાઉન કોરોના વાયરસની વધતી અસરને ધ્યાનમાં રાખીને છે. તેથી લોકો તેમના ઘરોમાં કેદ છે. ચેપનાં ભયથી લોકોનું બહાર નીકળવું ઓછું થઈ ગયું છે. પરંતુ કવર્ધાની એક ઘટનાએ બતાવ્યું કે લોકો મફતમાં દારૂ પીવા માટે કેટલા શું કરી શકે છે. જણાવી દઇએ કે, કવર્ધા જિલ્લામાં દારૂ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને અકસ્માતની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે આવી જતા સ્થાનિકો દોડી ગયા હતા.

મફતનાં દારૂ માટે ભીડ તૂટી ગઈ હતી કે પોલીસે તેને અટકાવવા માટે લાકડીઓની મદદ લેવી પડી હતી. હવે દારૂની લૂંટનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર મામલો કવર્ધાનાં રાયપુર-જબલપુર નેશનલ હાઈવેનો છે, જ્યાં અચાનક ટાયર ફાટવાના કારણે દારૂ ભરેલી ટ્રક પલટી ખાઇ ગઈ હતી. અકસ્માતમાં ટ્રકચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. દરમિયાન ટ્રકમાં 250 પેટી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. હાઇવે ઉપર ટ્રક પલટી ખાઈ જતા દારૂનાં બોકસ રસ્તા પર જ્યા ત્યા પડી ગયા હતા. આ બાતમી મળતાની સાથે જ નજીકનાં ગામનાં લોકોએ દારૂની બોટલો લૂંટવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો.

રસ્તાની બાજુમાં દારૂની બોટલો લૂંટવા ગામનાં લોકો તૂટી પડ્યા હતા. દરમિયાન સ્થાનિક લોકોમાંથી એકે ટ્રક અકસ્માત અંગેની માહિતી કોતવાલી પોલીસને આપી હતી. પરંતુ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં લોકોનું ટોળુ દારૂ લૂંટવામાં વ્યસ્ત હતુ. પોલીસનાં આગમન પૂર્વે મોટી સંખ્યામાં ગ્રામજનોએ દારૂની બોટલો લઈ જવાની શરૂઆત કરી હતી. પોલીસકર્મીઓને જોઇને પણ ગામલોકોએ દારૂ લૂંટવાનું બંધ કર્યુ નહોતુ. હવે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને ટ્રકમાંથી કેટલી દારૂની બોટલો લૂંટી લેવામાં આવી છે તે શોધવાનો પ્રયાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.