PM Visit/ PM નરેન્દ્ર મોદી 27 અને 28 ઓગસ્ટે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે, આ છે કાર્યક્રમ

PM નરેન્દ્ર મોદી 27 અને 28 ઓગસ્ટના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 27મી ઓગસ્ટ શનિવારના રોજ સાંજે 5.30 કલાકે તેઓ સાબરમતી રિવર ફ્રન્ટ પર આયોજિત ખાદી ઉત્સવમાં ભાગ લેશે.

Top Stories India
programme

PM નરેન્દ્ર મોદી 27 અને 28 ઓગસ્ટના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 27મી ઓગસ્ટ શનિવારના રોજ સાંજે 5.30 કલાકે તેઓ સાબરમતી રિવર ફ્રન્ટ પર આયોજિત ખાદી ઉત્સવમાં ભાગ લેશે. બીજા દિવસે એટલે કે રવિવારે 28 ઓગસ્ટે પીએમ મોદી ભુજ જશે.

સવારે 10 કલાકે ભુજમાં સ્મૃતિ વન સ્મારકની મુલાકાત અને ઉદ્ઘાટન કરશે. બપોરે 12 કલાકે ભુજના ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં KSKV યુનિવર્સિટી ભાગ લેશે. જેમાં અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ દેશને સમર્પિત કરવામાં આવશે અને નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે. જે બાદ તેઓ ગાંધીનગર જશે.

સાંજે 5 કલાકે મહાત્મા મંદિરે ભારતમાં જાપાનીઝ કંપની સુઝુકીના 40 વર્ષ પૂરા થવાના પ્રસંગે ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે. પીએમ મોદી દર મહિને ઓછામાં ઓછા બે વખત ગુજરાતની મુલાકાતે આવે છે.

આ પણ વાંચો:અસદુદ્દીન ઓવૈસીનો મોટો આરોપ, તેલંગાણામાં રમખાણો કરાવવા માંગે છે બીજેપી