બ્રિટનના આરોગ્યમંત્રી સાજિદ જાવિદે શનિવારે કહ્યું હતું કે તેમને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. માંદગીના હળવા લક્ષણો જોવા મળ્યા છે, જેના કારણે તેઓએ ઘરે જ પોતાને અલગ રાખ્યા છે.જાવિદે ટ્વીટ કર્યું હતું કે ‘આજે સવારે મને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. હું મારી આરટી-પીસીઆર પરીક્ષણનાં પરિણામની રાહ જોઈ રહ્યો છું, પરંતુ સદભાગ્યે મેં રસીનાં બંને ડોઝ લીધાં હતાં અને લક્ષણો હળવા છે.
બ્રિટનમાં કોરોના વાયરસના ચેપના 51,870 નવા કેસ નોંધાયા છે, જે 15 જાન્યુઆરીથી સૌથી વધુ આંકડો છે. દેશમાં રોગચાળાને કારણે 49 વધુ લોકોના મોત થયાના સમાચાર છે. નોંધનીય છે કે ઇંગ્લેન્ડ ક્ષેત્રમાં લોકડાઉનના નિયમો સોમવારથી સમાપ્ત થવા જઈ રહ્યા છે. કેટલાક નિષ્ણાતોએ ચેપ દર વધારે હોવાને કારણે માસ્ક સહિતના કેટલાક કાનૂની નિયંત્રણો જાળવવા હાકલ કરી છે.
વૈશ્વિક મહામારી કોરોનાના કેસોમાં વધઘટ થતી રહે છે ,કોરોના બિમારી એવી છે તેના માટે એકમાત્ર વેક્સિન જ વિકલ્પ છે. ઇંગલેન્ડમાં કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે તેમના આરોગ્યમંત્રીએ કોરોના વેક્સિન લીધી હોવા છંતા પણ તેમને કોરોના થયો છે.
